શુભેચ્છા / અક્ષય કુમાર-સોનાક્ષી સિંહાએ ચંદ્રયાન 2ની આગેવાની કરનાર મહિલા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી

bollywood celebs Akshay Kumar and Sonakshi Sinha wish luck to women scientists leading Chandrayaan-2 mission

Divyabhaskar.com

Jul 14, 2019, 06:16 PM IST

મુંબઈઃ ઈસરો દ્વારા 15 જુલાઈના રોજ ચંદ્રયાન 2ને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપલબ્ધિ પર અક્ષય કુમાર-સોનાક્ષીએ ચંદ્રયાન 2માં સામેલ તમામ મહિલા વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

અક્ષયે ખાસ મેસેજ લખ્યો
અક્ષયે સોશિયલ મીડિયામાં મેસેજ પોસ્ટ કર્યો હતો, ચંદ્ર પર ભારતનું બીજું અંતરિક્ષ અભિયાન, ચંદ્રયાન 2નું નેતૃત્ત્વ ઈસરોની બે મહિલા વૈજ્ઞાનિકોએ કર્યું છે. જે ભારતના ઈતિહાસમાં પહેલીવાર છે. રોકેટ વીમેન તથા ઈસરોની ટીમને મારી શુભેચ્છા.

સોનાક્ષીએ પણ શુભેચ્છા પાઠવી
સોનાક્ષીએ કહ્યું હતું, ભારતનું સૌથી મહત્ત્વનું તથા પ્રતિષ્ઠિત સ્પેસ મિશન એટલે ચંદ્રયાન 2, જે મહિલા વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. ઈસરોમાં પહેલી જ વાર આમ થયું છે. મહિલા અવકાશયાત્રીઓ પર ગર્વ છે.

મિશનનું ઉપનામ 'બાહુબલી' છે
ચંદ્રયાન 2 ભારતનું બીજું સૌથી મહત્ત્વકાંક્ષી ચંદ્ર મિશન છે. 15 જુલાઈએ 2.51 AM પર લોન્ચ થશે. આ મિશનનું ઉપનામ 'બાહુબલી' છે. મિશનને જીએસએલવી માર્ક- IIIથી મોકલવામાં આવશે. રોકેટને પૃથ્વીની કક્ષામાં પહોંચવામાં 16 મિનિટનો સમય લાગશે. સવારે 3 વાગીને 7 મિનિટની આસપાસ ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાં પહોંચી શકે છે.

અક્ષયની ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે
અક્ષય કુમાર 'મિશન મંગલ'માં સીનિયર વૈજ્ઞાનિકના રોલમાં છે. આ ફિલ્મ ભારતના મંગળ યાન પર આધારિત છે. 15 ઓગસ્ટે રિલીઝ થતી આ ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી તથા શરમન જોષી છે.

X
bollywood celebs Akshay Kumar and Sonakshi Sinha wish luck to women scientists leading Chandrayaan-2 mission

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી