દુઃખદ / બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે નિધન, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Bollywood actress Vidya Sinha died at 71

Divyabhaskar.com

Aug 15, 2019, 03:50 PM IST

મુંબઈઃ વિતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ વિદ્યા સિંહા (71)નું નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં 15 ઓગસ્ટ (ગુરુવાર)એ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનું નિધન બપોરના 12 વાગ્યાની આસપાસ થયું હતું.

લાંબા સમયથી બીમાર હતાં
રિપોર્ટ્સ પ્રમાણે, વિદ્યા સિંહાને ફેફસા તથા કાર્ડિયેક ડિસઓર્ડરની બીમારી હતી. તેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી ફેફસા સંબંધિત બીમાર થઈ હતી અને તેમને ત્રણ મહિના પહેલાં જ બીમારી અંગે જાણ થઈ હતી.

ગયા અઠવાડિયે ગંભીર રીતે બીમાર હતાં
ગયા અઠવાડિયે વિદ્યા સિંહાની તબિયત ગંભીર હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. તેમનું બ્લડ પ્રેશર તથા પ્લસ રેટ સ્થિર થયાં બાદ તેમને પોઝીટિવ એરવે પ્રેશર (PAP) વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં હતાં. વિદ્યાને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી પરંતુ સંબંધીઓ આ વાત પર સહમત નહોતાં.

આ ફિલ્મ્સમાં કામ કર્યું હતું
વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુક્તિ’, ‘ઈનકાર’, ‘સ્વયંવર’, ‘મગરૂર’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ ‘કાવ્યાંજલિ’, ‘કૂબૂલ હૈં’, ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં પણ કામ કર્યું હતું.

2009માં બીજા પતિ વિરુદ્ધ એફઆઈઆર કરી હતી
વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા.

X
Bollywood actress Vidya Sinha died at 71
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી