સો.મીડિયા / ઘરમાં ક્રોસ રાખવા પર માધવન ટ્રોલ થયો, એક્ટરે કહ્યું, હું પ્રત્યેક ધર્મમાં માનું છું

bollywood actor Madhavan Shuts Down Troll Objecting to Cross in His Family Photo

Divyabhaskar.com

Aug 16, 2019, 04:47 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આર માધવન હાલમાં સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરતાં ટ્રોલ થયો હતો. જોકે, માધવને ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો. માધવને 15 ઓગસ્ટે એક તસવીર શૅર કરી હતી. તસવીરમાં માધવન દીકરા તથા પિતા સાથે જોવા મળે છે.

શા માટે ટ્રોલ થયો?
માધવને સોશિયલ મીડિયામાં જે તસવીર શૅર કરી હતી, તે તસવીરમાં પાછળ ક્રોસ જોવા મળ્યો હતો. યુઝર્સને આ વાત પસંદ આવી નહોતી. યુઝર્સે માધવનને ફૅક કહ્યો હતો. એક યુઝરે માધવનની તસવીર શૅર કરીને ક્રોસ પર સર્કલ કર્યું હતું. ત્યારબાદ તેણે સવાલ કર્યો હતો, ‘બેકગ્રાઉન્ડમાં ક્રોસ કેમ છે? શું તે મંદિરની અંદર છે? તમે મારું સન્માન ગુમાવી દીધું છે. શું તમે ચર્ચમાં હિંદુ ભગવાનને જુઓ છો? આ બધો ફૅક ડ્રામા છે, જે તમે આજે કર્યો છે.’

માધવને જવાબ આપ્યો
માધવને આ ટ્રોલરને જવાબ આપતાં કહ્યું હતું, ‘હું વાસ્તવમાં તમારા લોકોની પસંદની ચિંતા કરતો જ નથી. આશા છે કે તમે જલદી ઠીક થઈ જશો. નવાઇની વાત એ છે કે તમે એ હદે બીમાર છો કે તમને ગોલ્ડન ટેમ્પલની તસવીર ના દેખાઈ અને પૂછ્યું નહીં કે શું હું શીખ ધર્મમાં પરિવર્તિત થઈ ગયો છું?’

વધુમાં માધવને કહ્યું હતું, ‘મને દરગાહોમાંથી પણ આશીર્વાદ મળ્યાં છે અને દુનિયાભરના તમામ ધાર્મિક સ્થળોમાંથી આશીર્વાદ મળ્યાં છે. મારા ઘરમાં તમામ ધર્મોને સન્માન આપવામાં આવે છે. મને નાનપણથી ગર્વની સાથે પોતાની ઓળખ જાળવી રાખવાનું શીખવવામાં આવ્યું છે. જોકે, તે સાથે જ દરેક ધર્મનું સન્માન કરવાનું પણ શીખવવામાં આવ્યું છે. હું પ્રત્યેક ધર્મમાં માનું છું. આશા છે કે મારો દીકરો પણ મારું અનુસરણ કરશે.’ ઉલ્લેખનીય છે કે તસવીરમાં માધવન પિતા તથા પુત્ર સાથે અવની અવીત્તમ સેલિબ્રેટ કરતો જોવા મળે છે. આ તહેવાર બ્રાહ્મણો મનાવે છે. તસવીરમાં માધવન પિતા તથા પુત્ર સાથે જનોઈમાં જોવા મળે છે.

X
bollywood actor Madhavan Shuts Down Troll Objecting to Cross in His Family Photo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી