બોક્સઓફિસ કલેક્શન / આયુષ્માન ખુરાના સ્ટારર ‘ડ્રીમગર્લ’ની પહેલા દિવસે ₹ 10.05 કરોડની કમાણી, આયુષ્માનની સૌથી મોટી ઓપનર ફિલ્મ

Ayushmann Khurrana starer Dream girl earns Rs 10.05 cr on first day, becomes Ayushmann's biggest opener film

Divyabhaskar.com

Sep 14, 2019, 10:47 AM IST

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ડ્રીમગર્લ’ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની અત્યારસુધીની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. નુશરત ભરૂચા અને આયુષ્માન ખુરાના સ્ટારર આ ફિલ્મને દર્શકોએ વધાવી લીધી છે. આ ફિલ્મથી બંને એક્ટર્સ પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાયાં છે.

આયુષ્માન ખુરાનાની ઓનપિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં ‘ડ્રીમગર્લ’ ₹ 10.05 કરોડની કમાણી સાથે પહેલા સ્થાન પર છે. જ્યારે બીજા નંબર પર ગયા વર્ષે દશેરાના દિવસે રિલીઝ થયેલ ફિલ્મ ‘બધાઈ હો’ છે જેની પહેલા દિવસની ₹ 7.35 કરોડની કમાણી હતી. ત્યારબાદ ત્રીજા નંબર પર ₹ 7.35 કરોડની કમાણી સાથે આ વર્ષે જ રિલીઝ થયેલ ફિલ્મ ‘આર્ટિકલ 15’ છે.

‘ડ્રીમગર્લ’ની સ્ટારકાસ્ટમાં આયુષ્માન, નુશરતની સાથે અનુ કપૂર, મનજોત સિંહ પણ સામેલ છે. ફિલ્મને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. એકતા કપૂરે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

X
Ayushmann Khurrana starer Dream girl earns Rs 10.05 cr on first day, becomes Ayushmann's biggest opener film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી