હેલ્થ અપડેટ્સ / અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી તસવીર શૅર કરી, ચાહકોએ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી

Amitabh Bachchan shared a photo from the hospital, fans Wish the Superstar a Speedy Recovery

Divyabhaskar.com

Nov 10, 2019, 11:14 AM IST

મુંબઈઃ આઠ નવેમ્બરે કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી અને આ ફેસ્ટિવલ 15 નવેમ્બરે પૂરો થશે. આ વખતે અમિતાભ બચ્ચન આ ફેસ્ટિવલમાં તબિયત સારી ના હોવાને કારણે ભાગ લઈ શક્યા નહોતાં. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિતાભજી દર વર્ષ આવે છે અને આ વખતે પણ આવવાના હતાં પરંતુ તેમની તબિયત બગડતાં ડોક્ટર્સે તેમને હરવા-ફરવાની ચોખ્ખી ના પાડી છે. અમિતાભ બચ્ચને પણ હોસ્પિટલમાંથી એક તસવીર શૅર કરી હતી, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર સૂતા સૂતા ફૂટબોલ પ્રીમિયર લીગ જોતા હતાં. આ તસવીર સોશિયલ મીડિયામાં શૅર થતાં જ ચાહકોએ બિગ બીની તબિયત ઝડપથી સુધારા પર આવે તેવી પ્રાર્થના કરી હતી.

આ પહેલાં શાહરુખ-ગૌરી સાથેની તસવીર શૅર કરી હતી.
અમિતાભ બચ્ચને તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘શાહરુખ-ગૌરી અને તે દિવાળી દરમિયાન કેટલાંક ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યાં છે.... સમજી શકાય તેવી વાત છે કે અંગત ચર્ચા જ કરતાં હતાં....’ ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરે દિવાળી હતી અને બિગ બીએ પોતાના જલસા બંગલામાં દિવાળી પાર્ટી આપી હતી. શાહરુખ ખાન બ્લેક ટ્રેડિશનલ આઉટફિટમાં હતો તો ગૌરીએ પિંક લહેંગો પહેર્યો હતો. અમિતાભ ઓફ-વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોવા મળ્યાં હતાં.

પાર્ટીમાં શાહરુખે ઐશ્વર્યાની મેનેજરનો જીવ બચાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાયની મેનેજર અર્ચના સદાનંદનો જીવ બચાવ્યો હતો. મોડી રાત્રે અર્ચનાનો લહેંગો સળગી ઉઠ્યો હતો અને શાહરુખે પોતાના જેકેટથી આગ ઓલવી હતી અને તે પણ થોડો દાઝી ગયો હતો જ્યારે અર્ચના હાથ તથા પગ પર દાઝી ગઈ હતી અને તેને આઈસીયુમાં પણ રાખવામાં આવી હતી.

X
Amitabh Bachchan shared a photo from the hospital, fans Wish the Superstar a Speedy Recovery

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી