રિપોર્ટ / બોલિવૂડ ફિલ્મ ‘મિશન મંગલ’માં અક્ષય કુમારે 32 કરોડનું રોકાણ કર્યું

Akshay Kumar has invested Rs 32 crore in the Bollywood film 'Mission Mangal'
X
Akshay Kumar has invested Rs 32 crore in the Bollywood film 'Mission Mangal'

Divyabhaskar.com

Aug 16, 2019, 04:10 PM IST

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ મર્યાદિત બજેટમાં બનેલી સ્પેસ જોનરની ફિલ્મ છે. હોલિવૂડમાં આ પ્રકારની ફિલ્મ્સનું બજેટ 500 કરોડથી વધુ હોય છે, જેમ કે ‘ગ્રેવિટી’ 100 મિલિયન ડોલરમાં બની હતી. ‘ઈન્ટરસ્ટેલર’ 165 તથા ‘ધ માર્શિયન’ 108 મિલિયન ડોલરમાં બની હતી. જ્યારે ‘મિશન મંગલ’ 32 કરોડમાં બની છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં રોકાણ કર્યું હતું. ‘મિશન મંગલ’એ પહેલાં જ દિવસે 29.16 કરોડની કમાણી કરી છે. 

અક્ષયને ફિલ્મની વાર્તા ગમી

કહેવાય છે કે અક્ષયે મજબૂત સ્ક્રિપ્ટને કારણે આ ફિલ્મમાં રોકાણ કર્યું હતું. તેને ફિલ્મની વાર્તા ઘણી જ પસંદ આવી હતી. તેણે આ ફિલ્મ આઉટરાઈટ બેઝ્ પર ફોક્સ સ્ટાર ઈન્ડિયાને વેચી હતી. આ રકમ 52 કરોડ કરતાં પણ વધુ હોવાની કહેવાય છે. ફિલ્મના ડિરેક્ટર જગન શક્તિએ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

2. 100 વૈજ્ઞાનિકો સાથે વાત કરી

ડિરેક્ટર જગન શક્તિની બહેન ઈસરોમાં સાઈન્ટિસ્ટ છે. જગનને બહેનની મદદથી ઈસરોના અન્ય વૈજ્ઞાનિકો સાથે વાત કરવાની તક મળી હતી. જગન શક્તિએ કહ્યું હતું કે તેમણે મંગળ મિશનનો ગહન રીતે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન એ વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આટલાં ઓછા ખર્ચમાં મંગળ સુધી કેવી રીતે એક રોકેટ જઈ શકે. આથી જ તેમની ટીમે 100થી વધુ વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી. તેમના ઈનપુટ્સને આધારે ફિલ્મની વાર્તા બનાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનો એક જુગાડ એ પણ હતો કે દર ત્રણ વર્ષે મંગળ છ કરોડ કિલોમીટર પૃથ્વીની નજીક આવે છે. તો મંગળ યાન એ તારીખોમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યારે મંગળ ગ્રહ પૃથ્વીની નિકટ હોય. આ સાથે જ સ્વદેશી રોકેટમાં જ 1000 કિલોગ્રામ ઈંધણ સાથે યાન મંગળ પર મોકલવામાં આવ્યું હતું.

3. હેવી વીએફએક્સ હોવા છતાંય બજેટની અંદર ફિલ્મ બની

ફિલ્મમાં હેવી વીએફએક્સ હોવા છતાંય ફિલ્મનું બજેટ વધ્યું નથી. આવું એટલા માટે કે એવી વીએફએક્સ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે એકદમ નવી છે. આથી આ કંપનીએ બજારભાવ કરતાં સસ્તામાં કામ કરી આપ્યું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી