પાર્ટનરશિપ / ‘નેટફ્લિક્સ’ અને કરણ જોહરે પાર્ટનરશિપ કરી, ફિક્શન અને નોન-ફિક્શન સિરીઝ અને ફિલ્મો પ્રોડ્યૂસ કરશે

Netflix, Karan Johar's Dharmatic Entertainment Announce Multi-year Content Partnership

Divyabhaskar.com

Sep 11, 2019, 04:21 PM IST

બોલિવૂડ ડેસ્ક: ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ અને ફિલ્મમેકર કરણ જોહરે હાથ મિલાવ્યા છે. જોકે અગાઉ પણ કરણ જોહરે ‘નેટફ્લિક્સ’ સાથે કામ કર્યું છે પરંતુ આ પાર્ટનરશિપ લાંબાગાળાની છે. કરણ જોહરનું ‘ધર્મેટિક એન્ટરટેઇન્મેન્ટ (Dharmatic Entertainment)’ હવે નેટફ્લિક્સ સાથે મળીને ઓરિજિનલ ફિક્શન અને નોન-ફિક્શન સિરીઝ અને ફિલ્મો બનાવશે. ‘ધર્મેટિક એન્ટરટેઇન્મેન્ટ’એ કરણ જોહરની ડિજિટલ કન્ટેન્ટ કંપની છે. ‘નેટફ્લિક્સ’ સાથેની પાર્ટનરશિપ અનાઉન્સ કરતાં કરણ જોહરે ટ્વિટર પર લખ્યું કે, ‘અમારા નેટફ્લિક્સ સાથેના એકક્લુઝિવ કોલબરેશનથી ઘણો ઉત્સુક છું. અમે સાથે મળીને ઓરિજિનલ ફીચર ફિલ્મો અને સિરીઝ પ્રોડ્યૂસ કરશું.’

કરણ જોહરે પહેલીવાર ‘નેટફ્લિક્સ’ સાથે 2018માં ‘લસ્ટ સ્ટોરીઝ’માં કામ કર્યું હતું. ત્યારબાદ હાલ તે ‘નેટફ્લિક્સ’ના ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ અને ‘ગિલ્ટ’ એમ બે પ્રોજેક્ટ કરી રહ્યો છે. કરણ જોહરે જણાવ્યું કે, નેટફ્લિક્સ તેને શુક્રવારના બોક્સ ઓફિસના ડરથી આઝાદી આપે છે. તેણે ઉમેર્યુ કે, જ્યારે તમારી પાસે પ્લેટફોર્મ હોય કે જ્યાં તમે તમારું કન્ટેન્ટ અને ક્રિએટિવિટી બતાવી શકો અને તમારા પર કોઈ બોક્સ ઓફિસનું દબાણ નથી ત્યારે તમને ઊડવા માટે પાંખો મળે છે.

નેટફ્લિક્સ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઓરિજિનલ્સ સિરીઝના હેડ મોનીકા શેરગીલે જણાવ્યું કે, ‘આ એક અલગ પ્રકારનું સ્ટોરી ટેલિંગ હશે જેમાં લોન્ગ ફોર્મેટ હશે, મલ્ટી સીઝન્સ હશે. અમુક સ્ક્રિપ્ટેડ હશે તો અમુક અનસ્ક્રિપ્ટેડ હશે. ટીવી પર તો કરણને ઘણીવાર અનસ્ક્રિપ્ટેડ અવતારમાં જોયો છે પણ તેના અનસ્ક્રિપ્ટેડ વર્ઝનને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નિહાળવું એ એક લ્હાવો હશે.’

X
Netflix, Karan Johar's Dharmatic Entertainment Announce Multi-year Content Partnership
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી