પ્રોડક્શન / ‘નેટફ્લિક્સ’ની ઓરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ 2’ માટે બમણું બજેટ રખાયું, 100 કરોડના ખર્ચે સિરીઝ બની

Netflix had double budget for original web series 'Sacred Games 2'

Divyabhaskar.com

Aug 14, 2019, 08:59 AM IST

બોલિવૂડ ડેસ્ક: ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પરની ઓરિજિનલ ઇન્ડિયન વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝન આવી રહી છે. ‘સેક્રેડ ગેમ્સ 2’ વેબ સિરીઝ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. આ વેબ સિરીઝને લોકોએ ઘણી આવકારી છે અને લોકો આ વેબ સિરીઝની બીજી અને અંતિમ સીઝન માટે ઘણા ઉત્સાહિત છે. હવે સૂત્રોની માહિતી મુજબ, આ વેબ સિરીઝનું બજેટ એક મોટી બગ બજેટ ફિલ્મ જેટલું જ છે.

પહેલી સીઝનને મળેલી સફળતા બાદ નેટફ્લિક્સ આ અંતિમ સીઝનને મોટા સ્કેલ પર બનાવવા ઇચ્છતું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓરિજિનલ સિરીઝના એક એપિસોડ પાછળ 3થી 4 કરોડનો ખર્ચ થતો હતો અને કુલ ખર્ચો અંદાજે 50 કરોડનો થતો હતો. પરંતુ નેટફ્લિક્સ આ વેબ સિરીઝમાં કોઈ કચાસ રાખવા માગતું ન હતું. પહેલી સીઝનને જે પ્રતિસાદ મળ્યો ત્યારબાદ કંપની બીજી સીઝનમાં વધુ ધ્યાન આપવા ઇચ્છતી હતી કારણકે આ સીઝન પહેલી સીઝન કરતાં વધુ કોમ્પ્લેક્સ છે.

આ વેબ શોના શૂટિંગ માટે 3500 લોકોની ટીમે 100 દિવસ શૂટ કર્યું હતું. વેબ સિરીઝનું શૂટિંગ કેન્યાના મોમ્બાસામાં, કેપ ટાઉનમાં અને જોહ્ન્સિબર્ગ સહિત અલગ-અલગ 112 લોકેશન્સ પર થયું હતું. 400 મિનિટની ફૂટેજનું કુલ શૂટિંગ થયું હતું. આ સીરિઝને ‘મસાન’ ફેમ નીરજ તથા અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે.

‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સીઝન ગયા વર્ષે 6 જુલાઈના રિલીઝ થઇ હતી. આ સિરીઝ વિક્રમ ચંદ્રાની બુક પર આધારિત છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેએ સાથે મળીને આ સિરીઝને ડિરેક્ટ કરી હતી. પહેલી સીઝનમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી, રાધિકા આપ્ટે વગેરે મહત્ત્વના રોલમાં હતા. બીજી સીઝનમાં અમુક જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે જેમાં કલ્કી કોચલીન, રણવીર શોરે સામેલ છે.

X
Netflix had double budget for original web series 'Sacred Games 2'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી