ડિજિટલ પ્લેટફોર્મ / ‘નેટફ્લિક્સ’એ પાંચ ઇન્ડિયન વેબ સિરીઝની જાહેરાત કરી, તેમાંની બે સિરીઝના પ્રોડ્યુસર અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન

Netflix announces five India Originals, Shah Rukh Khan, Anushka Sharma to produce

  • શાહરુખ ‘બેતાલ’ નામની હોરર કોમેડી સિરીઝનો પ્રોડ્યૂસર 
  • અનુષ્કા અને તેનો ભાઈ ‘માઈ’ નામની વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે 
  • ‘બધાઈ હો’ ફેમ એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી મસાબાની લાઈફ સ્ટોરી પરની વેબ સિરીઝ પણ રિલીઝ થશે 

Divyabhaskar.com

Jul 17, 2019, 04:46 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિજિટલ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’એ મંગળવારે પાંચ ઇન્ડિયન વેબ સિરીઝની જાહેરાત કરી છે. તેમાંની બે વેબ સિરીઝના પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’એ માહિતી આપતાં જણાવ્યું કે, શાહરુખની કંપની ‘રેડ ચિલીઝ’ ‘બેતાલ’ વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરશે. અનુષ્કા અને તેનો ભાઈ કર્નેશ શર્માની કંપની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ ‘માઈ’ વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરશે.

અનુષ્કાનું ‘નેટફ્લિક્સ’ સાથે બીજીવાર જોડાણ
અનુષ્કા શર્માએ જણાવ્યું કે, ‘હું નેટફ્લિક્સ સાથે બીજીવાર કામ કરવા જઈ રહી છું. અગાઉ હું બાબુલ નામના શો સાથે જોડાઈ હતી. અમારી કંપની એવા શોનું નિર્માણ કરવા આતુર છે જેવા કન્ટેન્ટની ઓડિયન્સની માગ છે.’ ‘માઇ’ વેબ સિરીઝમાં 47 વર્ષની શીલ નામની માતા અને પત્નીની સ્ટોરી દેખાડવામાં આવશે.

હોરર કોમેડી સિરીઝ- ‘બેતાલ’
શાહરુખના તો નેટફ્લિક્સ સાથે ઘણા કોન્ટ્રાક્ટ છે. ‘બાર્ડ બોફ બ્લડ’ સિરીઝ બાદ હવે તે ‘બેતાલ’ નામની સિરીઝ પ્રોડ્યૂસ કરવાનો છે. ‘બેતાલ’ સિરીઝ હોરર કોમેડી સિરીઝ છે. તેમાં એક ગામડાંની સ્ટોરી બતાવવામાં આવશે. ત્યાં બ્રિટિશ સેનાના અંગ્રેજ ઓફિસરનું ભૂત ભટકતું આવી જાય છે. તેની સાથે તેની આખી ભૂતની સેના પણ પહોંચી જાય છે. ત્યારબાદ આ આખી ભૂતની ગેંગ ગામના લોકોને હેરાન કરે છે.

નીના ગુપ્તાની દીકરી પર વેબ સિરીઝ
‘બધાઈ હો’ ફેમ એક્ટ્રેસ નીના ગુપ્તાની ડિઝાઈનર દીકરી મસાબા ગુપ્તાની લાઈફ સ્ટોરી પરની એક વેબ સિરીઝ રિલીઝ થવાની છે. ‘મસાબા મસાબા’ નામની આ વેબ સિરીઝમાં બન્ને મા-દીકરી પોતે જ તેમની સ્ટોરી કહેશે.

અન્ય બે સિરીઝ
આ સિરીઝ સિવાય નેટફ્લિક્સ પર ‘બોમ્બે બેગમ્સ’ અને ‘મેસી’ નામની વેબ સિરીઝ રિલીઝ થવાની છે. ‘બોમ્બે બેગમ્સ’ સિરીઝ અર્બન ઇન્ડિયાની અલગ-અલગ જનરેશનની પાંચ મહિલાઓની સ્ટોરી છે. જ્યારે ‘મેસી’ વેબ સિરીઝ રાઇઝિંગ સ્ટેન્ડ અપ કોમેડિયનની સ્ટોરી છે.

X
Netflix announces five India Originals, Shah Rukh Khan, Anushka Sharma to produce
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી