તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્કઃ ટેલિવિઝન ચેનલ ‘એમટીવી’ના ‘રોડીઝ’ કાર્યક્રમમાં જજની ભૂમિકા ભજવતી અભિનેત્રી નેહા ધુપિયા છેલ્લા થોડા દિવસથી ભારે વિવાદમાં છે. બેએક અઠવાડિયાં પહેલાં ઓન એર થયેલા એક એપિસોડમાં એણે એક યુવા સ્પર્ધકને ગુસ્સે થઈને ગાળો દીધી હતી. તે યુવાનના કહેવા પ્રમાણે એને જ્યારે ખબર પડી કે એની ગર્લફ્રેન્ડે એની સાથે ચીટિંગ કરીને બીજા યુવકો સાથે સંબંધ રાખ્યા છે ત્યારે એણે પોતાની ગર્લફ્રેન્ડને થપ્પડ મારી હતી, તે મુદ્દે ગુસ્સે ભરાયેલી નેહા ધુપિયાએ તે યુવકને અપશબ્દ કહીને ખખડાવ્યો હતો. પરંતુ આ એપિસોડ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયામાં નેહા ધુપિયા સખત ટ્રોલ થઈ હતી. હવે આ મુદ્દે નેહા ધુપિયાએ એક લાંબી પોસ્ટ મૂકીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.
— Neha Dhupia (@NehaDhupia) March 14, 2020
સોશિયલ મીડિયા પર નેહા ધુપિયાએ લખ્યું છે કે,
‘હું પાછલાં પાંચ વર્ષથી રોડીઝનો એક ભાગ રહી છું અને તેની એકેએક ક્ષણને મેં માણી છે.... પરંતુ છેલ્લાં બે અઠવાડિયાંથી જે થઈ રહ્યું છે તેને હું જરાય સ્વીકારીશ નહીં. તાજેતરના એક એપિસોડમાં મેં સ્ત્રીઓની સામે થતી હિંસા વિશે મારો પક્ષ રજૂ કર્યો હતો.
એક યુવાને કહ્યું કે એની ગર્લફ્રેન્ડે એને (કથિત રીતે) છેતર્યો છે અને તેના બદલામાં એણે ગર્લફ્રેન્ડને થપ્પડ મારી હતી. તે યુવતીએ જે કર્યું તે એની પોતાની નૈતિક પસંદગી હતી... સ્ત્રી હોય કે પુરુષ, વ્યભિચાર વ્યક્તિની નૈતિક પસંદગી છે. હું ચીટિંગની તરફેણ નથી કરતી, અને મને દુઃખ છે કે મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી. મારા આ ઓપિનિયન માટે મને બે અઠવાડિયાંથી અત્યંત જલદ રીતે ટ્રોલ કરવામાં આવી, એ દુઃખદ છે. મારી એક પોસ્ટ પર 56 હજારથી પણ વધુ કમેન્ટ્સ હતી! છતાં હું ચૂપ રહી, પણ હવે મારી નજીકના લોકો- મારો પરિવાર, મારા મિત્રો, મારા સહકર્મચારીઓ અને ઈવન મારા પિતાના પર્સનલ વ્હોટ્સએપ પર પણ ગંદી ગાળો અને હેરાનગતિનો મારો થઈ રહ્યો છે. મારી દીકરીના પેજ પર પણ આ જ હાલત છે. આ મને જરાય સ્વીકાર્ય નથી.
એક સ્ત્રી કે પુરુષ પોતાની રિલેશનશિપમાં જે કરે તે એની પોતાની પસંદગીનો મુદ્દો છે અને નૈતિક ચોઈસ હંમેશાં અસ્પષ્ટ હોય છે. પરંતુ ગમે તે હોય, તેઓ શારીરિક હિંસા આચરી શકે નહીં. હું એ વાતને વળગી રહું છું કે ગમે તે થાય, શારીરિક હિંસા કે હુમલો કોઈ કાળે ચલાવી લેવાય નહીં.
સ્વાભાવિક રીતે જ પુરુષોની શારીરિક ક્ષમતા સ્ત્રીઓ કરતાં વધારે હોય છે અને સ્ત્રીઓ સામે લિંગ આધારિત હિંસા આપણા દેશનો અને આ દુનિયાનો બહુ મોટો પ્રશ્ન છે... હું લોકોને વિનંતી કરું છું કે તમારી જાતને ઘરેલુ હિંસાના મુદ્દે જાગ્રત કરો... જો તમે ઘરેલુ હિંસાનો ભોગ બનતા હો તો તમારી જાત માટે આગળા આવો. તમે એકલા નથી.’
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.