રિપોર્ટ / ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ માટે નયનતારાને પાંચ કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા

Nayanthara gets Rs 5 crore for Chiranjeevi's film Sye Raa Narasimha Reddy

Divyabhaskar.com

Sep 10, 2019, 06:57 PM IST

મુંબઈઃ ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતના પ્રથમ ફ્રિડમ ફાઈટરમાંથી એક એવા ઉય્યલવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે, જેમણે 1846માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. ફિલ્મમાં ચિરંજીવીએ ઉય્યલવાડાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે નયનતારા છે. હાલમાં જ નયનતારાની ફીને લઈ ચર્ચા થઈ રહી છે.

પાંચ કરોડ મળ્યાં હોવાની ચર્ચા
હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ માટે નયનતારાને મેકર્સે પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. ફિલ્મના ટીઝરમાં નયનતારાની માત્ર એકાદ ઝલક જ જોવા મળી છે. જોકે, ફિલ્મમાં નયનતારાનો રોલ દમદાર છે. તે ફિલ્મમાં ચિરંજીવીની પત્નીના રોલમાં છે. આ ફિલ્મના એક્શન સીન્સ માટે નયનતારાએ મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી હતી. સૂત્રોના મતે, નયનતારાની લોકપ્રિયતાને જોઈને મેકર્સે લીડ એક્ટ્રેસ તરીકે નયનતારાને જ લેવાનું નક્કી કર્યું હતું. તેના સિવાય એક પણ એક્ટ્રેસને મેકર્સ લેવા માગતા નહોતાં.

પાંચ ભાષાઓમાં ફિલ્મ રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ચિરંજીવીના ગુરુ તથા આધ્યાત્મિક નેતા ગોસાઈ વેંકન્નાના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં વિજય સેતુપતિ, જગપતિ બાબુ, સુદિપ, તમન્ના ભાટિયા, રવિ કિશન તથા નિહારિકા જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ, હિંદી, કન્નડ, તમિળ તથા મલયાલમમાં રિલીઝ થશે.

X
Nayanthara gets Rs 5 crore for Chiranjeevi's film Sye Raa Narasimha Reddy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી