• Gujarati News
  • National
  • Morning Shows For Saaho Hindi Version Cancelled, Likely To Affect Prabhas Starrer's Opening

‘સાહો’ના હિંદી વર્ઝનના મોર્નિંગ શો કેન્સલ થયા હતાં, ઓપનિંગને અસર થાય તેવી શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની ‘સાહો’ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના સવારના શો ખાસ કરીને હિંદી વર્ઝનના કેન્સલ કરવામાં આવ્યા છે. આની સીધી અસર બોક્સ ઓફિસ પર જોવા મળશે.

કેમ શો કેન્સલ થયા?
‘બાહુબલી’ બાદ પ્રભાસની ‘સાહો’ની ઉત્સુકતાથી ચાહકો રાહ જોતા હતાં. ચર્ચા હતી કે હિંદી વર્ઝનમાં ‘સાહો’ પહેલાં દિવસે 20 કરોડની કમાણી કરશે. જોકે, આ કમાણીમાં ખાસ્સો એવો ઘટાડો જોવા મળશે, કારણ કે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શો કેન્સલ કરવામાં આવ્યા હતાં. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે 2k પ્રિન્ટ્સ સમયસર પહોંચી નહોતી.

બપોર પછી શો શરૂ થયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઈન્ડિયાના કેટલાંક શહેરોમાં પ્રિન્ટ્સ સમયસર આવી નહોતી. જેને કારણે અહીંયા બપોર પછી શો શરૂ થયા હતાં. સવારના શો કેન્સલ કરવામાં આવ્યા હતાં. આજે વર્કિંગ ડે છે અને ઘણાં લોકો સવારના સમયમાં પહેલો શો જોવા આવ્યા હતાં. આ લોકો બપોરે પાછ આવે તેવી શક્યતા નહિવત્ છે.

ઓન-લાઈન લીક થઈ
આ ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા છે. આટલું જ નહીં આ ફિલ્મ રિલીઝ થઈ તેના કેટલાંક કલાકો બાદ જ ફિલ્મ તમિલ રોકર્સે ઓનલાઈન લીક કરી દીધી હતી. ‘સાહો’ પ્રભાસની ડેબ્યૂ હિંદી ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ-શ્રદ્ધા ઉપરાંત ચંકી પાંડે, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, મહેશ માંજરેકર, અરૂણ વિજય, મુરાલી શર્મા તથા મંદિરા બેદી છે.