રિલીઝ / ‘બાટલા હાઉસ’ના મેકર્સે ફિલ્મને થોડા ફેરફાર સાથે લીલી ઝંડી આપવા બદલ દિલ્હી હાઈ કોર્ટનો આભાર માન્યો

Makers of Batla House show gratitude towards Delhi HC for giving a go ahead to the film’s release

Divyabhaskar.com

Aug 14, 2019, 01:06 PM IST

બોલિવૂડ ડેસ્ક: દિલ્હી હાઈ કોર્ટે જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘બાટલા હાઉસ’ને નિયત કરેલ રિલીઝ ડેટ પર જ રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી છે. આ બાબતને લઈને ફિલ્મના મેકર્સે કોર્ટનો અને ઓફિસર્સનો આભાર માન્યો હતો. કોર્ટના આદેશ ,મુજબ તેમણે ફિલ્મમાં અમુક સીન હટાવી દીધા છે અને એક ડિસ્ક્લેમર પણ ઉમેર્યું છે.

ફિલ્મ પર રોક લગાવવા માટે પિટિશન ફાઈલ કરવામાં આવી હતી જે અંતર્ગત હાઈ કોર્ટે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મ નિયત કરેલ તારીખ 15 ઓગસ્ટના રોજ જ રિલીઝ થશે. જ્હોને ઇન્સ્ટાગ્રામ પર પ્રેસ રિલીઝનો ફોટો શેર કરી લખ્યું કે, ‘ઈમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ.’ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, ‘ફિલ્મના મેકર્સ દિલ્હી હાઈ કોર્ટ અને ઓફિસર્સનો હૃદયપૂર્વક આભાર માને છે કે તેમણે પિટિશન માટેનો ચુકાદો અમારી તરફેણમાં આપ્યો.’

તેમણે એવું પણ જણાવ્યું કે, કોર્ટે જે ફેરફાર કરવાનું કહ્યું છે તે ફેરફાર કરવા અમે કટિબદ્ધ છીએ. અમે રાત દિવસ કામ કરી રહ્યા છીએ જેથી તે ફેરફાર ફિલ્મમાં તાત્કાલિકપણે જોવા મળે.

નિખિલ અડવાણીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે જ્યારે ટી સિરીઝે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

X
Makers of Batla House show gratitude towards Delhi HC for giving a go ahead to the film’s release
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી