દુર્ઘટના / વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘ફૂલી નંબર 1’ના સેટ પર આગ લાગી, 15 લોકો ઘટનાસ્થળે હાજર હતા

Major fire br​eaks out on sets of Coolie No 1
Major fire br​eaks out on sets of Coolie No 1

Divyabhaskar.com

Sep 12, 2019, 11:53 AM IST

બોલિવૂડ ડેસ્ક: મુંબઈના ગોરેગાંવમાં આવેલ ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં મોડી રાત્રે આગ લાગી હતી. બુધવારે રાત્રે 12:30 આસપાસ લાગેલી આગ સ્ટુડિયો નંબર 3માં લાગી હતી જેમાં વરુણ ધવનની ફિલ્મ ‘ફૂલી નંબર 1’નો સેટ હતો. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ સેટને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.

આગ જ્યારે લાગી ત્યારે ત્યાં 15 વર્કર્સ હાજર હતા. તેમણે તરત જ ફાયર સ્ટેશન પર ફોન કર્યો અને પોલીસને પણ આ ઘટનાની માહિતી આપી દીધી હતી. જાણકારી મુજબ જ્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

ડિરેક્ટર ડેવિડ ધવન ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર 1995માં આવેલી હિન્દી ફિલ્મ ‘કૂલી નંબર 1’ની રિમેક બનાવી રહ્યા છે. આ રિમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન લીડ રોલમાં છે. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા 2’ બાદ ડેવિડ અને વરુણ ધવન ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે 1 મેના રોજ લેબર ડે પર રિલીઝ થવાની છે.

X
Major fire br​eaks out on sets of Coolie No 1
Major fire br​eaks out on sets of Coolie No 1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી