સોશિયલ ફન / ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ના ટ્રેલર પર મહારાષ્ટ્ર પોલીસે મીમ બનાવ્યું, પ્રિયંકાએ કહ્યું- રંગે હાથ પકડાઈ ગઈ

Maharashtra police made meme on the trailer of 'The Sky is Pink', Priyanka replied in funny way

Divyabhaskar.com

Sep 11, 2019, 05:27 PM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’નું ટ્રેલર 10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું છે. ફિલ્મના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે, ‘એક બાર આઇશા ઠીક હો જાયે ના, ફિર સાથમેં બેન્ક લૂટેંગે.’ આના પર મહારાષ્ટ્ર પોલીસે એક મીમ બનાવ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, આઈપીસીની ધારા 393 અંતર્ગત દંડ અને સાત વર્ષની સજા.

આ ટ્વીટના જવાબમાં પ્રિયંકા ચોપરાએ ફની રિપ્લાય કર્યો. તેણે લખ્યું કે, ‘અરે હું રંગે હાથે પકડાઈ ગઈ. પ્લાન B એક્ટિવેટ કરવાનો સમય આવી ગયો છે.’

‘જય ગંગાજલ’ પછી આ ફિલ્મથી પ્રિયંકા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, ફરહાનની સાથે ઝાયરા વસીમ, રોહિત સરાફ પણ છે. ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ‘RSVP’ અને ‘રોય કપૂર ફિલ્મ્સ’ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતમાં 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

X
Maharashtra police made meme on the trailer of 'The Sky is Pink', Priyanka replied in funny way
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી