જાહેરાત / ઉત્તર પ્રદેશ અને હરિયાણા પછી મહારાષ્ટ્ર સરકારે પણ ‘તાન્હાજી’ને ટેક્સ ફ્રી જાહેર કરી

Maharashtra government made Tax Free Ajay devgn Film Tanhaji The Unsung Warrior

  • ફિલ્મે અત્યાર સુધી 183.34 કરોડ રૂપિયાની કમાણી કરી છે

Divyabhaskar.com

Jan 22, 2020, 02:41 PM IST

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણની 100મી ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ને મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે. રાજ્યના મંત્રીમંડળની બેઠકે ફિલ્મ રિલીઝના બે અઠવાડિયાં પછી તેને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. આની પહેલાં આ ફિલ્મ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પણ ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે.

કમાણી વાત કરીએ તો આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં ક્યારની સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મે અત્યાર સુધી 183.34 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વધતી જતી કમાણીને જોઈને એવું લાગી રહ્યું છે કે,આ ફિલ્મ 200 કરોડનો આંકડો પણ વટાવી શકે છે.

‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.


X
Maharashtra government made Tax Free Ajay devgn Film Tanhaji The Unsung Warrior
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી