કન્ફર્મ / કરણ જોહરની નેટફ્લિક્સની અપકમિંગ સીરિઝમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં દેખાશે

Madhuri Dixit to make Netflix debut with Karan Johar’s production

  • શ્રી રાવ આ સીરિઝનાં રાઈટર અને ડિરેક્ટર છે

Divyabhaskar.com

Dec 10, 2019, 12:19 PM IST

બોલિવૂડ ડેસ્ક: ધક ધક ગર્લ માધુરી દીક્ષિત નેને ટૂંક સમયમાં દર્શકોને નેટફ્લિક્સ સીરિઝમાં જોવા મળે તો તે વાતમાં કોઈ નવાઈ નથી. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનવા જઈ રહેલી નેટફ્લિક્સની અપકમિંગ સીરિઝમાં માધુરી લીડ રોલમાં દેખાશે. આ સીરિઝમાં ડિરેક્ટર શ્રી રાવ છે. જો કે, સીરિઝની સ્ટોરી કે તેના નામને લઈને કોઈ ખુલાસો થયો નથી.

‘હું પહેલેથી નેટફ્લિક્સની મોટી ફેન રહી છું’
આની પહેલાં માધુરીએ નેટફ્લિક્સ પરની મરાઠી ડ્રામા ફિલ્મ 15 ઓગસ્ટમાં પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કર્યું હતું. માધુરીએ કહ્યું કે, હું પહેલેથી નેટફ્લિક્સની મોટી ફેન રહી છું . આથી જ મેં 15 ઓગસ્ટ ફિલ્મથી નેટફ્લિક્સમાં પ્રોડ્યૂસર બનીને ડેબ્યૂ કરવાનું વિચાર્યું હતું. પ્લસ કરણ અને તેની ટીમ સાથે મારે ફેમિલી જેવા રિલેશન છે. જ્યારે મને કરણની અપકમિંગ નેટફ્લિક્સ સીરિઝની ઓફર મળી ત્યારે હું ઘણી ખુશ થઈ ગઈ. આ અપકમિંગ સીરિઝ એન્ટરટેઇનિંગ, દિલચસ્પ અને હ્રદયસ્પર્શી હશે.

શ્રી રાવ આ સીરિઝના રાઇટર અને ડિરેક્ટર છે
તો બીજી તરફ મૂળ ભારતીય પણ ન્યૂ યોર્કના રહેવાસી શ્રી રાવ આ સીરિઝના રાઇટર અને ડિરેક્ટર છે. શ્રી રાવે બોલિવૂડ અને હોલિવૂડમાં કામ કરેલું છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફની બાર બાર દેખો ફિલ્મના રાઇટર છે.

X
Madhuri Dixit to make Netflix debut with Karan Johar’s production

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી