સન્માન / મેડમ તુસાદ સિંગાપોરમાં શ્રીદેવીનું વેક્સનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે

Madame Tussauds Singapore honours Sridevi with wax statue

Divyabhaskar.com

Aug 13, 2019, 03:54 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની આજે (13 ઓગસ્ટ) 56મી જન્મજયંતી છે. મેડમ તુસાદ સિંગાપોરે ખાસ રીતે શ્રીદેવીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. મેડમ તુસાદ સિંગાપોરે શ્રીદેવીનું વેક્સનું સ્ટેચ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્ટેચ્યૂને જાહન્વી, ખુશી તથા બોની કપૂર લોન્ચ કરશે.

ખાસ છે વેક્સ સ્ટેચ્યૂ
શ્રીદેવીનું વેક્સનું સ્ટેચ્યૂ 20 એક્સપર્ટ આર્ટિસ્ટની ટીમે તૈયાર કર્યું છે. શ્રીદેવીના પરિવારને મળીને એક્ટ્રેસના પોઝ, એક્સપ્રેશન, મેક-અપ તથા આઈકોનિક આઉટફિટ તૈયાર કરવામાં પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સૂત્રોના મતે, શ્રીદેવીના આઉટ-ફિટ રીક્રિએટ કરવા ટીમ માટે સૌથી વધુ પડકારજનક રહ્યાં હતાં. શ્રીદેવીનો ક્રાઉન, ઈયરરિંગ્સ તથા ડ્રેસને અનેક ટેસ્ટ બાદ પૂર્ણ કરવામાં આવ્યા હતાં.

Happy birthday @sridevi.kapoor ☺ As a tribute to Bollywood icon, we are pleased to announce that we will be launching her wax figure in early September this year! Her figure is one of its kind in the world, and it’s an exclusive addition to Madame Tussauds Singapore! “I am touched that Madame Tussauds is honouring my wife, Sridevi Kapoor, and her work by having her figure immortalised. I, along with my family will be a part of the occasion when the figure is unveiled in Madame Tussauds Singapore at the Ultimate Film Star Experience. We hope this exhibit can be a place for everybody to continue paying their tributes to her.” says Sridevi’s husband Boney Kapoor Indian film producer There will be a special memorial wall where you can leave your tribute messages, and many more! Do not forget to follow us on Facebook, Instagram and Twitter as we release more information in time to come! #MadameTussaudSG #MTSG #SrideviMTSG #Sridevi

A post shared by Madame Tussauds Singapore (@mtssingapore) on

હવાહવાઈ લુક હશે
ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના સોંગ ‘હવા હવાઈ’માં શ્રીદેવીનો જે લુક હતો, તે જ લુક વેક્સ સ્ટેચ્યૂ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં બોની કપૂર, જાહન્વી તથા ખુશી સ્ટેચ્યૂનું ઓફિશિયલ લોન્ચિંગ કરશે. બોની કપૂર પત્નીને મળેલા સન્માનથી ઘણો જ ખુશ છે. મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વાર્ડે કહ્યું હતું કે શ્રીદેવી ભારતીય સિનેમાના આઈકોન છે. તેમના વગર અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધૂરો છે. તેમને ખુશી છે કે મેડમ તુસાદમાં શ્રીદેવીને જગ્યા મળી.

X
Madame Tussauds Singapore honours Sridevi with wax statue

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી