અપકમિંગ / સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો લોગો રિલીઝ, ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે

Logo released of Sanjay Leela Bhansali's film 'Gangubai Kathiawadi', the film will be released on September 11

Divyabhaskar.com

Jan 14, 2020, 12:41 PM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો લોગો રિલીઝ થયો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ગુજરાતી ગેંગસ્ટર લેડીના લીડ રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક આવતીકાલે 15 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં આલિયાનો લુક એકદમ સરળ, સાદો ગ્લેમર વગરનો હશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

ફિલ્મમાં આલિયા તેનાં ગેંગસ્ટરનાં કેરેક્ટરમાં જ રહેશે. સંજય લીલા ભણસાલીએ આલિયા માટે અમુક ફોક સોન્ગ કમ્પોઝ કર્યા છે પરંતુ તે લિપ સિન્ક કરતી દેખાશે નહીં. ગીત બેકગ્રાઉન્ડમાં વાગશે. ફિલ્મમાં લાઈવ સાઉન્ડ હશે એટલે આલિયાએ તેના ડાયલોગ્સ પણ એક ટ્રાયમાં જ બોલવા પડશે. તેને ડબિંગ માટે સેકન્ડ ચાન્સ નહીં મળે. શૂટિંગ વખતેની તેની ડાયલોગ ડિલિવરી ફાઇનલ હશે. આ ફિલ્મમાં આલિયા ગન ચલાવતી દેખાશે. અગાઉ ‘રાઝી’ ફિલ્મમાં તેણે ગન ચલાવી હતી પરંતુ આ ફિલ્મ માટે તો તેણે શાર્પ શૂટર તરીકે દેખાવું પણ જોશે.

આ પુસ્તકમાં ગંગુબાઈનો ઉલ્લેખ હતો
લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ 60ના દાયકામાં મુંબઈના કમાઠીપુરામાં કોઠો ચલાવતી હતી. ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી.

X
Logo released of Sanjay Leela Bhansali's film 'Gangubai Kathiawadi', the film will be released on September 11

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી