તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃતિ સેનન સરોગસી પર આધારિત ‘મિમિ’ ફિલ્મ માટે 15 કિલો વજન વધારશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: કૃતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘મિમિ’ના કેરેક્ટર માટે 15 કિલો વજન વધારશે. કૃતિએ જણાવ્યું કે આ ફિલ્મ તેના હૃદયની એકદમ નજીક છે એટલે તે આ ફિલ્મ માટે બધું કરવા તૈયાર છે. ‘મિમિ’ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચય’ નામની ફિલ્મ પર આધારિત છે. આ ફિલ્મને 2011માં મરાઠી ફિલ્મનો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે. 


કૃતિએ તેના ટ્રાન્સફોર્મેશનને લઈને કહ્યું કે, ‘મારા માટે આટલો વજન વધારવો એ મોટો પડકાર છે કારણકે આ મારાં શરીર માટે એકદમ નવું છે. પણ હું ટ્રાન્સફોર્મેશન જોવા માટે ઉત્સુક છું. આ ફિલ્મ માટે હું કંઈપણ કરવા તૈયાર છું અને જો તેના માટે મારે બીજા કામ છોડવા પડે તો હું એ પણ કરવા તૈયાર છું.’

ફિલ્મની સ્ટારકાસ્ટમાં કૃતિની સાથે પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. ફિલ્મમેકર દિનેશ વિજન સાથે ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ ફિલ્મ બાદ પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન ફરીવાર આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘લુકા છુપી’ ફેમ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર જ ડિરેક્ટ કરવાના છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો