તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં હેલ્થ ઇમર્જન્સી બાદ મુંબઈ પરત ફરી ખુશી કપૂર, કારમાં બેસીને તરત હાથમાં સેનિટાઈઝર લગાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક. કોરોના વાઈરસના પગલે અમેરિકામાં હેલ્થ ઇમર્જન્સી લાગુ કરવામાં આવ્યા બાદ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.આવી સ્થિતિમાં ત્યાં અભ્યાસ કરી રહેલી બોની કપૂર અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ ભારત પરત ફરી છે. તે શુક્રવારે રાતે અમેરિકાથી પરત આવતા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. 

બોની કપૂરે રિસીવ કરવા ગયાઃ ગ્રે ટ્રેક પેન્ટ અને બ્લેક ટોપમાં ખુશી કપૂર એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. તેને બોની કપૂર રિસીવ કરવા ગયા હતા. એરપોર્ટથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે, ખુશી જેવી કારમાં બેસે છે, તે પોતાના હાથમાં સેનિટાઇઝર લગાવે છે. 

એક્ટિંગનો કોર્સ કરી રહી છે ખુશીઃ 19 વર્ષીય ખુશી અમેરિકાની  ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં અભ્યાસ કરે છે. તેણે ત્યાં ગત વર્ષે એડમિશન લીધુ હતુ. બહેન જાન્હવીની જેમ ખુશી પણ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માગે છે. તેના કારણે તેઅભિનય શીખી રહી છે. તાજેતરમાં જ તેને કરણ જોહર દ્વારા લોંચ કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો