અનાઉન્સમેન્ટ / ‘KGF- 2’ ફિલ્મનો ફર્સ્ટ લુક 21 ડિસેમ્બરના રોજ સાંજે પોણા છ વાગ્યે રિલીઝ થશે, સંજય દત્ત, રવીના ટંડન પણ સ્ટારકાસ્ટમાં સામેલ

KGF: Chapter 2 First Look To Release On December 21
KGF: Chapter 2 First Look To Release On December 21

Divyabhaskar.com

Dec 14, 2019, 12:21 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘KGF- 2’ ફિલ્મનો ફર્સ્ટ લુક 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાનો છે. ફિલ્મનો ફર્સ્ટ લુક સાંજે પોણા છ વાગ્યે રિલીઝ થશે. આ ફિલ્મ ‘KGF’ ફિલ્મનો બીજો ભાગ છે. આ ફિલ્મ મૂળ કન્નડ ફિલ્મ છે જેમાં સુપરસ્ટાર યશ લીડ રોલમાં છે. આ ફિલ્મ કન્નડ, તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે.

‘KGF- 2’ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં તે ‘અધીરા’ નામના વિલનના રોલમાં છે. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ‘સેન્ડલવૂડ’થી ઓળખાય છે અને તેમાં રવીના ટંડન પણ આ ફિલ્મથી તેનું ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે વડાંપ્રધાનનાં નેગેટિવ રોલમાં દેખાવાની છે. અત્યાર સુધી ભારતનાં એક જ મહિલા વડાંપ્રધાન રહ્યાં છે અને તે હતાં ઇન્દિરા ગાંધી. પરંતુ રવીનાએ ચોખવટ કરી હતી કે, ફિલ્મ ‘KGF-2’માં તે વડાપ્રધાનનો રોલ નિભાવી રહી છે પણ તેનો ઇન્દિરા ગાંધી સાથે કોઈ સંબંધ નથી. ફિલ્મમાં તે રમેકા સેનના પાત્રમાં જોવા મળશે.

‘KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ)’ ફ્રેન્ચાઇઝી
કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે. ‘KGF-1’ પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.

X
KGF: Chapter 2 First Look To Release On December 21
KGF: Chapter 2 First Look To Release On December 21

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી