તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્ક: કાર્તિક આર્યને ‘ભૂલ ભુલૈયા 2’ ફિલ્મના લખનઉના સેટ પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તે માસ્ક પહેરેલ દેખાઈ રહ્યો છે અને સેટ પરના લોકોએ પણ માસ્ક પહેર્યું હતું. તેણે કેપ્શન લખ્યું હતું કે, ‘સુરક્ષિત રહો. તમારા હાથ ધુઓ.’ કોરોના વાઇરસનો કેર સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે ત્યારે સેલેબ્સ ખુદ સુરક્ષાના પગલાં ભરીને અન્ય લોકોને પણ સુરક્ષિત રહેવા માટે આગ્રહ કરી રહ્યા છે.
‘ભૂલ ભુલૈયા 2’ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કાર્તિક આર્યન, કિઆરા અડવાણી, તબુ અને રાજપાલ યાદવ પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ‘ભૂલ ભુલૈયા’માં વિદ્યા બાલને ‘આમી જે તોમાર’ સોન્ગ પર ડાન્સ કર્યો હતો તે સોન્ગને તબુ રીક્રિએટ કરશે. આ ફિલ્મમાં ‘હરે રામ’ સોન્ગ પણ રીક્રિએટ કરવામાં આવશે. આ ફિલ્મને અનીસ બાઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ‘ટી સિરીઝ’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ થઇ રહી છે. ફિલ્મ 31 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન બાદ હવે સોનાક્ષી સિન્હાએ પણ કોરોના વાઇરસ બાબતે લોકોને જાગૃત કરી સેફ રહેવા કહ્યું છે. સોનાક્ષીએ માસ્ક પહેરેલ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, ‘દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે ત્યારે ખોટી માહિતી ફેલાવવી નહીં. સુરક્ષિત રહો, જરૂરી પગલાં લો અને જવાબદાર બનો. સૌથી મહત્ત્વની વાત પ્રયત્ન કરો વધુમાં વધુ પોતાની જાત સાથે સમય વિતાવાનો.’
કાજોલે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક મીમ શેર કરીને કોરોના વાઇરસને લઈને લોકોને જાગૃત કર્યા છે. ડીડીએલજે ફિલ્મનો ટ્રેનવાળો સીન શેર કર્યો છે જેમાં કાજોલના હાથમાં સેનિટાઇઝર રાખી ફોટો એડિટ કરવામાં આવ્યો છે. કાજોલે લખ્યું છે કે, ‘સિમરનને પણ ખબર છે કે સફાઈ કેટલી મહત્ત્વની છે.’ તેણે સ્ટે સેફ ફ્રોમ કોરોના વાઇરસનો હેઝટેગ પણ માર્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.