અપકમિંગ / ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ, કાર્તિક આર્યને કિઆરા અડવાણી સાથેની તસવીર શૅર કરી

Kartik Aaryan shares photo with Kiara Advani on the set of film Bhool Bhulaiyaa 2

Divyabhaskar.com

Oct 09, 2019, 05:00 PM IST

મુંબઈઃ કાર્તિક આર્યન તથા કિઆરા અડવાણીએ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કાર્તિકે સેટ પરની તસવીરો શૅર કરી છે. કાર્તિક બ્લેક હૂડીમાં તથા કિઆરા ટ્રેડિશનલ રેડ અને ગ્રીન ડ્રેસમાં જોવા મળે છે અને તેના હાથમાં ક્લેપબોર્ડ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007મા રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા’માં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

ફિલ્મને લઈ કિઆરાએ કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવા મળ્યું તેને લઈ તે ઘણી જ ખુશ છે. તે પહેલી જ વાર અનીસ બઝ્મીના ડિરેક્શનમાં કામ કરશે. કાર્તિક સાથે પણ આ ફિલ્મમાં તે પહેલી જ વાર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં રિલીઝ થયેલી ઓરિજિનલ ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મ રજનીકાંત સ્ટારર તમિળ હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની ઓફિશિયલ રિમેક હતી. ચંદ્રમુખી’ ફિલ્મ 1993ની મલયાલમ ફિલ્મ ‘મનીચિત્રથાઝુ’ (Manichitrathazhu)ની રિમેક છે, જેમાં મોહનલાલ અને શોબાના લીડ રોલમાં હતાં.

કાર્તિકનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ચૂક્યો છે
ફિલ્મનો ફર્સ્ટ લુક પ્રોડ્યૂસર ભૂષણ કુમાર તથા કાર્તિક આર્યને રિલીઝ કર્યો હતો, જેમાં કાર્તિકના હાથમાં ખોપડી જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈએ રિલીઝ થશે.

આ ફિલ્મ ઉપરાંત કિઆરા ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજિત દોસાંજ સામેલ છે. અક્ષય કુમાર સાથે કિઆરા ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં જોવા મળશે. કાર્તિક આર્યન એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ -2’માં જોવા મળશે. આ ઉપરાંત તેણે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ‘દોસ્તાના 2’ની સ્ટારકાસ્ટમાં કાર્તિક આર્યન સામેલ છે.

X
Kartik Aaryan shares photo with Kiara Advani on the set of film Bhool Bhulaiyaa 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી