પોસ્ટર / ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂરનો લુક રિલીઝ, આમિર ખાને કહ્યું- કાશ, દરેક ફિલ્મમાં તારી સાથે રોમાન્સ કરી શકું

Kareena Kapoor's look release in Laal Singh Chaddha  Aamir Khan says, wish I can romance you in every film

Divyabhaskar.com

Feb 14, 2020, 11:53 AM IST

મુંબઈઃ વેલેન્ટાઈન ડે પર આમિર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂરનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આમિર ખાન આ ફિલ્મમાં લાલ સિંહ ચઢ્ઢાનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં કરીના કપૂર એક્ટર આમિર ખાને ગળે મળે છે. આ તસવીર સાથે આમિર ખાને કહ્યું હતું કે હેપ્પી વેલેન્ટાઈન ડે કરીના. કાશ, દરેક ફિલ્મમાં તારી સાથે રોમાન્સ કરી શકું. આ વાત સ્વાભાવિક રીતે જ આવી જાય છે.

આ ફિલ્મ્સમાં આમિર-કરીના સાથે હતાં
આમિર તથા કરીનાએ આ પહેલાં ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ તથા ‘તલાશ’માં સાથે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિંદી રીમેક છે. આ ફિલ્મ માટે કરીનાએ ઓડિશન આપ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે તેના કરિયરની આ પહેલી ફિલ્મ છે, જેના માટે તેણે ઓડિશન આપ્યું હતું. કરિનાએ કહ્યું હતું કે તે માત્ર ને માત્ર આમિર માટે જ ઓડિશન આપવા તૈયાર થઈ હતી. તે ઘણો જ જીનિયસ છે અને તે ફિલ્મ માટે બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. તેણે જ્યારે ઓડિશન આપવાની વાત કરી ત્યારે તેને ખ્યાલ હતો કે તે આ રોલ માટે પર્ફેક્ટ છે પરંતુ આમિર એ જોવા ઈચ્છતો કે તે સ્ક્રિન પર કેવી લાગશે. કરીના તથા આમિરે ઉત્તર ભારતમાં ફિલ્મનું શૂટિંગ કર્યું છે.

Sat Sri Akaal ji, myself Laal...Laal Singh Chaddha.🙏

A post shared by Aamir Khan (@_aamirkhan) on

આમિરની ફિલ્મ ક્રિસમસ પર સોલો રિલીઝ
હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’એ છ ઓસ્કર જીત્યા હતાં, જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર સામેલ છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર સોલો રિલીઝ થશે. પહેલાં અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ રિલીઝ થવાની હતી પરંતુ આમિરે વિનંતી કરતા અક્ષયે પોતાની ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

X
Kareena Kapoor's look release in Laal Singh Chaddha  Aamir Khan says, wish I can romance you in every film

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી