તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Kapil Told Akshay Kumar Who Was There For The Promotion Of 'Suryavanshi', 'You Snatched My Little Big Ad Too'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સૂર્યવંશી’ ના પ્રમોશન માટે આવેલા અક્ષય કુમારને કપિલે કહ્યું, ‘તમે મારી નાની મોટી એડ પણ છીનવી લીધી’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ અક્ષય કુમાર, રોહિત શેટ્ટી અને કેટરિના કૈફ તેમની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન માટે કરવા માટે  'ધ કપિલ શર્મા શો'ના સેટ પર પહોંચ્યા. આ શોના એપિસોડનો પ્રોમો કપિલ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે,  જેમાં કપિલ અક્ષય અને રોહિત સાથે મસ્તીભર્યા અંદાજમાં વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે. 

અક્ષયે કપિલ પાસેથી એડ છીનવીઃ પ્રોમોમાં અક્ષય અને રોહિતને કહે છે કે, રોહિત સરે અજય સરની સાથે સિંઘમ બનાવી, રણવીરની સાથે સિંબા બનાવી. હવે અક્ષય સરની સાથે ‘સૂર્યવંશી’ બનાવી છે, તો સર એવી શું હતુ જે સિંઘમ અને સિંબા ન કરી શક્યા જો તમે સૂર્યવંશીમાં અક્ષય સરને લાવ્યા? રોહિતે તેના જવાબમાં કહ્યું કે, તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે તો, કપિલ કહે છે કે, ઘણા લોકો બહાર એવું કહી રહ્યા છે કે, જે આ બંનેએ કમાણી કરી હતી તે તમામ અક્ષય લઈ ગયો જેના પર રોહિત હસી પડે છે. કપિલ આગળ કહે છે કે, 8 ફિલ્મ અલગથી અને બીજી મારા જેવા ઘણા લોકો નાની મોટી એડ ફિલ્મ કરી રહ્યા હોય તો તેમની એડ છીનવી લે છે. ‘મેં એક એડ કરી હતી, જે સારી ચાલી રહી હતી મને ફરીથી આગામી વર્ષે બોલાવવાના હતા’. આગામી વર્ષે જોવું છુ કે, તેઓ યમરાજનો ટોપો પહેરીને કરી રહ્યા છે કે, તમારી પોલિસી કરાવો. કપિલની આ વાત પર અક્ષય કુમાર હસી પડે છે અને કપિલ પર તકિયો ફેંકે છે ત્યારબાદ દર્શકો હસી પડે છે.  

અભિનેત્રી કેટરિના કેફૈ જણાવે છે કે, જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી ત્યારે અક્ષય કુમારે તેની ઘણી મદદ કરી હતી. કેટરીનાએ આ વાત ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર વાતચીત દરમિયાન કહી હતી, જ્યાં તે પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીની કાસ્ટ સાથે પહોંચી હતી. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ અક્ષય જોવા મળશે.  કેટરીના કહે છે કે,  'હું અક્ષયનો આભાર માનવા માંગુ છું, કેમ કે, તેમણે ઇન્ડસ્ટ્રીમાં મારા શરૂઆતના દિવસોમાં કો-સ્ટાર તરીકે મની ઘણી મદદ કરી હતી. જ્યારે પણ હું કોઈ શોટ આપતી તો તેઓ ત્યારે તેઓ મારી સામે ઉભા રહેતાં અને મને પ્રોત્સાહિત કરતા હતા. તેમની પ્રતિક્રિયાએ મારી એક્ટિંગની સ્કિલ્સને સુધારવામાં ઘણી મદદ કરી અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છુ કે, તેઓ એ અભિનેતાઓમાંથી એક છે કે જેમને મારા પર વિશ્વાસ હતો. 

કોપની ભૂમિકામાં અક્ષય જોવા મળશેઃ  સૂર્યવંશીમાં કોપની ભૂમિકામાં અક્ષય જોવા મળશે. તેમની અપોઝિટ કેટરિના કૈફ જોવા મળશે. ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાઈરસના કારણે રિલીઝ ટેડ ટાળવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો