તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગર કનિકા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ એનાબેલનું નિધન, કનિકાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ‘બેબી ડોલ’ જેવા ગીત ગાનાર સિંગર કનિકા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ એનાબેલ ટ્રેઓનનું નિધન થઇ ગયું છે. બુધવારે સિંગરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. કનિકાએ તેની ફ્રેન્ડ એનાબેલ સાથેના અમુક ફોટો શેર કરી ઈમોશનલ નોટમાં લખ્યું કે, ‘મારી અનમોલ બહેન એનાબેલ. ભગવાન તેની આત્માને શાંતિ આપે. મને આજે કેવું ફીલ થઇ રહ્યું છે તે જતાવવા મારે પાસે કોઈ શબ્દો નથી. મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ. તારી સારી યાદો હંમેશાં સાથે રહેશે. હું તને પ્રેમ કરું છું.’

એનાબેલ વેલનેસ અને મેડિટેશન કોચ હતી. તે લંડનમાં હાર્લે સ્ટ્રીટ પર ધ વેલનેસ લેબ ચલાવતી હતી. તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી. ઉપરાંત લંડન બિઝનેસ સ્કૂલમાં એમબીએ કર્યું હતું. પરંતુ તેણે પછી વેલનેસ અને મેડિટેશન ફિલ્ડ પસંદ કરી. તે દુનિયાભરના ઘણા વર્કશોપમાં વ્યક્તવ્ય આપી ચૂકી હતી.