અપકમિંગ / કંગના-રાજકુમાર રાવની 'મેન્ટલ હૈં ક્યા'નું બીજું મોશન પોસ્ટર રિલીઝ

Kangna-Rajkumar Rao's film mental hai kya second motion poster release

Divyabhaskar.com

Jun 18, 2019, 03:13 PM IST

મુંબઈઃ કંગના રનૌત તથા રાજકુમાર રાવની ફિલ્મ 'મેન્ટલ હૈં ક્યા' 26 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું બીજું મોશન પિક્ચર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.

કોઈના પર વિશ્વાસ ના મૂકવાની સલાહ આપી
ઈન્સ્ટાગ્રામ પર કંગનાનાં ફેન પેજ પર આ પોસ્ટર શૅ કરવામાં આવ્યું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે, આ લોકો તમારી ધારણાઓને આગ લગાવવા માટે અહીંયા હાજર છે. કોઈના પર વિશ્વાસ ના કરો. આ પહેલાં ફર્સ્ટ મોશન પિક્ચર 17 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તથા કંગના બીજીવાર સ્ક્રીન શૅર કરી રહ્યાં છે. આ પહેલાં બંને 'ક્વીન'માં સાથે જોવા મળ્યાં હતાં.

ફિલ્મના નામ પર વિવાદ થયો છે
ફિલ્મના નામ તથા કન્ટેન્ટ પર વિવાદ થયો હતો. ડોક્ટર્સે ફિલ્મના નામને લઈ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે મેન્ટલ શબ્દ અને તે જે રીતે કહેવવામાં આવે છે તે માનસિક રીતે બીમાર દર્દીઓની મજાક ઉડાવે છે. આ ફિલ્મ માનસિક સ્વાસ્થ્ય સારસંભાળના કાયદાનું ઉલ્લંઘન કરે છે. ડોક્ટર્સને ફિલ્મના ટાઈટલ સામે વાંધો છે, જેના દ્વારા મનોરોગ તથા મનોરોગીઓનું અપમાન, ભેદભાવ તથા અમાનવીય બતાવવામાં આવ્યું છે. ઈન્ડિયન સાઈકેટ્રી સોસાયટીએ ફિલ્મના કન્ટેન્ટને લઈ વિરોધ કર્યો છે. સોસાયટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ને પત્ર લખીને કહ્યું હતું કે કંગના રનૌત તથા રાજકુમાર રાવની 'મેન્ટલ હૈં ક્યા'ના પોસ્ટરમાં મનોરોગને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

X
Kangna-Rajkumar Rao's film mental hai kya second motion poster release
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી