• Home
  • Entertainment
  • Bollywood
  • Kangana Ranot, who appears as a fighter pilot, will tell the story of the brave women of the Indian Air Force in 'Tejas'.

ફર્સ્ટ લુક / ફાઈટર પાઈલટ તરીકે દેખાઈ કંગના રણોત, ‘તેજસ’માં કહેશે ઈન્ડિયન એરફોર્સની બહાદુર મહિલાઓની વાર્તા

Kangana Ranot, who appears as a fighter pilot, will tell the story of the brave women of the Indian Air Force in 'Tejas'.

Divyabhaskar.com

Feb 17, 2020, 12:16 PM IST

બોલિવૂડ ડેસ્કઃ કંગના રણોતની અપકમિંગ ફિલ્મ ‘તેજસ’નો ફર્સ્ટ લુક સોમવારે રિલીઝ થયો. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુસેનાની ફાઈટર પાઈલટ તરીકે દેખાશે. કંગનાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. સાથોસાથ તેમાં લખ્યું છે કે, ‘યુનિફોર્મમાં બહાદુર દિલવાળી અને મજબૂત મહિલાઓ જે આપણા દેશ માટે બલિદાન આપે છે. કંગના એરફોર્સ પાઈલટ તરીકે તેજસમાં દેખાશે.’

‘તેજસ’ ફિલ્મનું ડિરેક્શન સર્વેશ મેવારા કરી રહ્યા છે. તેનું પ્રોડક્શન રોની સ્ક્રૂવાલા કરશે. ફિલ્મનું શૂટિંગ આ ઉનાળે શરૂ થશે અને ફિલ્મ એપ્રિલ, 2021માં રિલીઝ થશે તેવી સંભાવના જોવાઈ રહી છે. 2016માં ભારતીય વાયુસેના મહિલાઓને ફાઈટર પાઈલટ તરીકે સામેલ કરનારી દેશની સુરક્ષા પાંખમાં પહેલી હતી. આ ફિલ્મ આ જ ઐતિહાસિક ઘટનાક્રમથી પ્રેરિત છે.

X
Kangana Ranot, who appears as a fighter pilot, will tell the story of the brave women of the Indian Air Force in 'Tejas'.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી