વિવાદ / સૈફ અલી ખાનના નિવેદન પર કંગના રણોતે તીખી પ્રતિક્રિયા આપી, પૂછ્યું- ભારત નહોતું તો મહાભારત શું હતું?

Kangana Ranaut reacted sharply to Saif Ali Khan's statement, asking - what was the Mahabharata if there was no India?

Divyabhaskar.com

Jan 22, 2020, 04:27 PM IST

બોલિવૂડ ડેસ્કઃ કંગના રણોતે સૈફ અલી ખાને તાજેતરમાં કહેલી એક વાત પર તીખી તમતમતી પ્રતિક્રિયા આપી છે. સૈફે ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’માં કરાયેલા રાજકીય ધ્રુવીકરણ વિશે કહેલું કે, ‘મને નથી લાગતું કે આ ઈતિહાસ છે. મને નથી લાગતું કે અંગ્રેજોએ આપ્યા પહેલાં એક દેશ તરીકે ભારતની કોઈ પરિકલ્પના હતી.’ આ વિશે કંગનાનું રિએક્શન માગવામાં આવ્યું હતું.

ભારતવર્ષ નહોતું તો મહાભારત શું હતુંઃ કંગના
કંગના અત્યારે આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી પોતાની ફિલ્મ ‘પંગા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ક્રમમાં એણે ‘ઝી ન્યૂઝ’ને એક ઈન્ટરવ્યૂ આપેલો. તેમાં કંગનાએ કહ્યું કે, ‘આ યોગ્ય નથી. જો ભારતવર્ષ નહોતું તો મહાભારત શું હતું? અમુક લોકો પોતાને માફક આવે તેવાં નેરેટિવ બનાવ્યાં કરે છે. શ્રીકૃષ્ણ પણ મહાભારતમાં હતા. એટલે ભારત તો હતું, અને એટલે જ તે મહાન હતું. એટલે જ તો ભારતવર્ષના તમામ રાજાઓ મળીને તે મહાયુદ્ધ લડ્યા હતા.’

કંગનાએ આગળ ઉમેર્યું કે, ‘સ્વાભાવિક રીતે જ યુરોપનાં નાનકડાં રાજ્યોની જેમ ભારતમાં પણ અનેક રાજ્યો હતાં. પરંતુ તેમની એક પોતીકી ઓળખ હતી. એક કલેક્ટિવ આઈડેન્ટિટી હતી, જેનું નામ ભારત હતું. એટલે જ તો શ્રીકૃષ્ણ પાંડવો સાથે અને કૌરવો સાથે મળીને અલગ અલગ રાજ્યોની મુલાકાતે ગયેલા, કે યુદ્ધમાં કોણ કોણ ભાગ લઈ રહ્યું છે અને કોણ નહીં.’ કંગનાના તે ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપ તેની બહેન રંગોલી ચંદેલે ટ્વિટર પર શૅર કરતાં લખ્યું છે કે, ‘કંગનાએ સૈફ અલી ખાનને મહત્ત્વપૂર્ણ સવાલ પૂછ્યો છે. સૈફ, હવે તારો વારો.’

ઉલ્લેખનીય છે કે સૈફ સાથે કંગના ‘રંગૂન’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જોકે તાજેતરમાં એક લિટરેચર ફેસ્ટિવલમાં ‘રંગૂન’ના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે રંગૂનના શૂટિંગ દરમિયાન તેના કલાકારો વચ્ચે બોલવાના પણ સંબંધ નહોતા.

X
Kangana Ranaut reacted sharply to Saif Ali Khan's statement, asking - what was the Mahabharata if there was no India?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી