તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ હિંદી ફિલ્મ્સના પ્રસિદ્ધ ગીતકાર અને શાયર કૈફી આઝમીના 101મા જન્મદિવસ પર તેમના પુત્ર બાબા આઝમી અને પુત્રવધૂ તન્વી આઝમી તેમની સાથે જોડાયેલા કિસ્સા જણાવી રહ્યાં છે. કૈફી આઝમીનો જન્મ 14 ડિસેમ્બરના રોજ યુપીના આઝમગઢમાં થયો હતો. તેમનું નિધન 10 મે, 2002માં થયું હતું.
‘હું જ્યારે 18-19 વર્ષનો હતો ત્યારે અભ્યાસમાં નબળો હતો. અબ્બાની ઈચ્છા હતી કે હું ઉચ્ચ શિક્ષા હાંસલ કરું પરંતુ તેમણે મને ક્યારેય ટોક્યો નહીં કે તું અભ્યાસ નથી કરતો. જ્યારે હું 18 વર્ષનો થયો ત્યારે એક દિવસ તેમણે મને કહ્યું કે ‘બેટા જીવનમાં એ બધુ જ કર, જેમાં તને ખુશી મળતી હોય પરંતુ એક વસ્તુ યાદ રાખજે કે બધામાં શ્રેષ્ઠ બનજે. જો તું રોડ પર સાવરણી મારીશ તો પણ હું તારું સન્માન કરીશ પરંતુ પ્રયાસ એ કરજે કે તેમાં પણ શ્રેષ્ઠ રહે.’ આખા જીવનમાં તેમણે માત્ર આ જ સલાહ આપી હતી. અબ્બા અને અમ્મી કાયમ પર્વતની જેમ ચૂપચાપ ઊભા રહીને મારી સપોર્ટ સિસ્ટમ બનતા હતા. અબ્બા અને મારી વચ્ચે ખૂબ સાઇલન્ટ કમ્યુનિકેશન રહ્યું છે. અબ્બાને અટેક આવ્યો હતો ત્યારે હું બહાર હતો. રાતનો સમય હતો. અબ્બાને તેમના મિત્ર બહારથી ઉઠાવીને લઈ આવ્યા હતા. રાતે એક બ્રેન સર્જન આવ્યા, જે ચેતન આનંદ સાહેબના ખૂબ નજીક હતા. તેમણે ચેકઅપ કર્યુ તો અબ્બાનું બ્લડપ્રેશર 240ની નજીક હતું. સવારે ફેમિલી ડૉક્ટર આવ્યા તેમણે ચેકઅપ કર્યુ અને જણાવ્યું કે તેમને પેરાલિસિસનો અટેક આવી ચૂક્યો છે. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ત્યારે હું 18 વર્ષનો જ હોઇશ અને મને ખ્યાલ આવ્યો કે આર્થિક મુશ્કેલી છે. અબ્બાના અનેક ફેન્સ હતા, ચેતન આનંદ અને તેમના પ્રોડ્યૂસર્સ, એક અન્ય ફિલ્મમેકર હતા એસ. સુખદેવ આ બધાએ ખૂબ મદદ કરી. ખબર નહીં ક્યાં-ક્યાંથી લોકો મદદ કરવા માટે આવ્યા. ભિવંડીથી કોઈ વર્કર આવતો અને મને ખૂણામાં લઈને જઈને ચૂપચાપ રૂપિયા આપી દેતો. જોકે, અમે ક્યારેય નહોતું કહ્યું કે અમને રૂપિયાની જરૂર છે પરંતુ હકીકત એ છે કે અમને રૂપિયાની જરૂર હતી. મારા અમ્મીએ આ મુશ્કેલીઓને બાળકો પર ક્યારેય વ્યક્ત થવા દીધી નહોતી. પછી જ્યારે અબ્બા સ્વસ્થ થયા તો તેમણે ગામડે જવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બીમારીએ પોતાનું કામ કર્યુ અને હવે મારે પોતાનું કામ કરવાનું છે.’ - બાબા આઝમી, કૈફી આઝમીના દીકરા તથા સિનેમેટોગ્રાફર
હું કોન્વેન્ટમાં ભણેલી યુવતી હતી તો ઘરે પણ અંગ્રેજી અથવા મરાઠીમાં વાત કરતી હતી. લગ્ન પછી કૈફી સાહેબ અને શૌકતજી સાથે ભાષા હિન્દુસ્તાની થઈ ગઈ કારણ કે મારે તેમની જ ભાષામાં વાત કરવાની રહેતી હતી. શરૂઆતમાં મને અફસોસ થતો કે હું મારા માતા-પિતાથી દૂર થઈ ગઈ છું પરંતુ કૈફી સાહેબે મને એટલો પ્રેમ આપ્યો જેટલો માત્ર એક પિતા પોતાની પુત્રીને આપી શકે છે. ઘરે દરરોજ સાંજે મહેફિલ જામતી હતી અને શેરો-શાયરી થતી હતી. તે મહેફિલમાં બેસીને કિસ્સાઓ સાંભળવા મને ગમતા હતા. કૈફી સાહેબ પોતે ભલે ઓછું બોલે પરંતુ તેમને આખું ઘર લોકોથી ભરેલું જોઈતું હતું. ઘણી વખત મિત્રોને બોલાવતા, કોઈ મુદ્દો છેડી દેતા હતા અને પછી એક ઝપકી પણ લઈ લેતા હતા. પછી અચાનક ઉઠતા અને સારું-સારું કહીને ફરીથી વાત કરવા લાગતા. તેમને બાળકોને મળવું હોય ત્યારે એવું ક્યારેય ના કહે કે દીકરા તારી યાદ આવે છે. તેઓ કોઈ ને કોઈ બહાનું બનાવીને અમને તેમના ત્યાં બોલાવતા. એક વખત મને ફોન કરીને પૂછ્યું કે બેટા જો તું ફ્રી હોય તો ઘરે આવી જા, કંઈક કામ છે. હું ગઈ તો તેમણે મને એક આર્ટિકલ વાંચવા આપ્યો અને મારી સામે જ સૂઈ ગયા. પછી એક ઝપકી લઈને ઉઠ્યા અને બોલ્યા સારું તેને પછી પૂરું કરી લેશું, તું કહે બાકી બધુ કેવું ચાલી રહ્યું છે. અર્થ સ્પષ્ટ હતો કે આર્ટિકલ તો બહાનું હતું. તેઓ માત્ર મારી સાથે વાત કરવા ઈચ્છતા હતા. દરરોજ સાંજે શબાના, જાવેદ, અમ્મી-અબ્બા, બાબા અને હું તેમની આગળ બેસી જતા હતા. અબ્બા કોઈ ફરમાઇશ કરતા તો જાવેદ સાહેબ કંઈક સંભળાવતા હતા અને આ અમારા બધા માટે એનરિચિંગ એક્સપિરિયન્સ હતો. ક્યારેક-ક્યારેક તો અબ્બા અને જાવેદ સાહેબ ડિનર ટેબલ પર આવવા માટે એક સાથે પોતાના-પોતાના રૂમથી નીકળતા તો પહેલા તમે-પહેલા તમેના ચક્કરમાં રહી જતા હતા અને અમે ભોજન શરૂ થવાની રાહ જ જોયા કરતાં’ - તન્વી આઝમી, કૈફી આઝમીની પુત્રવધૂ અને ફિલ્મ એક્ટ્રેસ
(ભાસ્કર માટે બંને સાથે ખાસ ચર્ચા અરવિંદ મંડલોઇએ કરી હતી)
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.