• Gujarati News
  • National
  • Kabir Singh Will Become The 10th Highest Grossing Film And Beat The Lifetime Collection Of Uri

‘કબીર સિંહ’ ફિલ્મ ‘ઉરી’ ફિલ્મને પછાડીને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મની લિસ્ટમાં દસમા નંબર પર આવી જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ 245.36 કરોડ રૂપિયાની કમાણી સાથે સૌથી વધુ કમાણી કરનાર દસમી ફિલ્મ 
  • 9 જુલાઈ સુધી ‘કબીર સિંહ’ની કમાણી 243.17 કરોડ રૂપિયા  

બોલિવૂડ ડેસ્ક: શાહિદ કપૂર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’ની કમાણીને ક્રિકેટ મેચ, નવી ફિલ્મોની રિલીઝ, વિવાદ જેવા કોઈપણ ફેક્ટર અસર કરતા નથી. ફિલ્મની મંગળવાર સુધીની કમાણી 243.17 કરોડ રૂપિયા છે. આજે બુધવારે ફિલ્મની કમાણી 2019માં રિલીઝ થયેલ વિકી કૌશલ સ્ટારર ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની 245.36 કરોડ રૂપિયાની કમાણીને પાર કરી દેશે. આ સાથે જ ‘કબીર સિંહ’ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મની લિસ્ટમાં ‘ઉરી’ને પાછળ ધકેલી દસમા નંબર પર આવી જશે. ઉપરાંત ‘કબીર સિંહ’ 2019ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની જશે.

સૌથી વધુ કમાણી કરનાર 10 ફિલ્મ 

બાહુબલી 2510.99 કરોડ રૂપિયા 
દંગલ387.38 કરોડ રૂપિયા
સંજુ342.53 કરોડ રૂપિયા
પીકે ​​​​​​​340.8 કરોડ રૂપિયા
ટાઇગર ઝિંદા હૈ339.16 કરોડ રૂપિયા
બજરંગી ભાઈજાન ​​​​​​​320.34 કરોડ રૂપિયા
પદ્માવત ​​​​​​​302.15 કરોડ રૂપિયા
સુલતાન300.45 કરોડ રૂપિયા
ધૂમ 3284.27 કરોડ રૂપિયા
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક245.36 કરોડ રૂપિયા

10 જુલાઈના રોજ બુધવારની કમાણી ઉમેરાયા બાદ આ લિસ્ટમાં ‘ઉરી’ને ‘કબીર સિંહ’ રિપ્લેસ કરી દેશે. ‘ઉરી’ ત્યારબાદ 11મા નંબર પર આવી જશે.