તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kabhi Khushi Kabhie Gham Completed 18 Years: Here Are Some Interesting Facts About Movie

વહીદા રહમાન અમિતાભની માતાનો રોલ કરી રહ્યા હતા, પતિના નિધન બાદ ફિલ્મ છોડી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, હ્રિતિક રોશન અને કરીના કપૂર સ્ટારર ‘કભી ખુશ કભી ગમ’ને રિલીઝ થયાને 18 વર્ષ થઇ ગયા છે. કરણ જોહરના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મ 14 ડિસેમ્બર 2001ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અચલા સચદેવે અમિતાભ બચ્ચનની માતાનો રોલ નિભાવ્યો હતો. પરંતુ આ રોલ માટે અગાઉ વહીદા રહમાનની પસંદગી થઇ હતી.

પતિના નિધન બાદ વહીદાએ ફિલ્મ છોડી દીધી હતી 
વહીદા રહમાનને ફિલ્મ માટે કાસ્ટ કરી લેવામાં આવ્યાં હતાં. તેમના અમુક સીનનું શૂટિંગ પણ થઇ ગયું હતું. પરંતુ તે દરમ્યાન તેમના પતિ કમલજીતનું નિધન થયું અને તેમને ફિલ્મ છોડી દીધી હતી.

1) ફિલ્મના અન્ય 4 ફેક્ટ્સ 

‘કભી ખુશી કભી ગમ’, ‘કુછ કુછ હોતા હૈ’ પછી ડિરેક્ટર કરણ જોહરની બીજી ફિલ્મ હતી. આ 2001ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પહેલા નંબર પર ડિરેક્ટર અનિલ શર્માની સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ‘ગદર: એક પ્રેમકથા’ હતી. ‘ગદર’ ફિલ્મની કમાણી 76.88 કરોડ રૂપિયા હતી જ્યારે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મની કમાણી 55.65 કરોડ રૂપિયા હતી.

અભિષેક બચ્ચને આ ફિલ્મમાં કેમિયોનું શૂટિંગ કર્યું હતું. જોકે, પાછળથી તેણે ડિરેક્ટરને તે સીનને ફાઇનલ કોપીમાંથી હટાવી લેવા માટે કહ્યું હતું.

કરીના કપૂરની એન્ટ્રી સીનમાં બ્રિટિશ સીંગ ‘ઇટ્સ રેઇનિંગ મેન’ વાપરવામાં આવ્યું હતું. જોકે મેકર્સે તેની પરમિશન લીધી ન હતી. ત્યારબાદ સોન્ગના ઓરિજિનલ મેકર્સે ફિલ્મ પર કેસ કર્યો જે બ્રિટનની એક કોર્ટમાં ચાલ્યો હતો અને ‘ધર્મા પ્રોડક્શન’ને દંડ ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આમિર ખાને કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે જ્યારે તેણે સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમ્યાન ‘કભી ખુશી કભી ગમ’ જોયી અને તેને ફિલ્મ ગમી ન હતી. ત્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર હતી પણ ફિલ્મ પૂરી થઇ કે તરત તે કોઈને અભિનંદન આપ્યા વગર નીકળી ગયો. ત્યારે તેણે શાહરુખ અને કરણને નજરઅંદાજ પણ કર્યા હતા. જોકે, ચેટ શોમાં તેણે કરણની માફી પણ માગી હતી.