તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Johnny Lever And Naeem Sayyed Aka Junior Mehmood Talked About Mehmood On His 87th Birth Anniversary

જોની લીવર અને જુનિયર મેહમૂદે યાદ કરી જૂની યાદો, હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સૂતા પણ બધાને હસાવી રહ્યા હતા મેહમૂદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: 29 સપ્ટેમ્બર 1932ના રોજ જન્મેલ મેહમૂદની આજે 87મી બર્થ એનિવર્સરી છે. હાસ્ય અભિનેતા જોની લીવર અને જુનિયર મેહમૂદ, મેહમૂદ સાહેબને પોતાની પ્રેરણા મને છે. જાણીતા કોમેડિયન્સે મેહમૂદના જન્મદિવસ પર તેમની અમુક યાદો તાજી કરી.

તેમણે શીખવ્યું, ફિલ્મો ઓછી કરો, ફેમિલીને સમય આપો - જોની લીવર 
તે એટલા મોટી, તેની મોટી હસ્તી..બાળપણથી તેમની નકલ કરતો હતો. વિચાર્યું ન હતુ કે ક્યારેય મુલાકાત થશે. પહેલીવાર 1979માં તેમને મળ્યો અને તેમની સાથે કલ્યાણજી-આણંદજી નાઇટ શો કરવા લંડન ગયો. પછી જ્યારે પણ મળતા ત્યારે માથા પર હાથ મુકીને આશિર્વાદ આપતા હતા. હું કોઇ સ્કુલમાં નથી ગયો, મેહમૂદ અને કિશોરકુમારને જોઇને શીખ્યો છું.


જ્યારે પણ મળવાનું થતું ત્યારે મારા ઘરે પુછતા પુછતા આવતા હતા. કહેતા કે જોની તુ શું કરે છે ? હું મળવા આવું છું. હું કહેતો કે તમારી તબિયત સારી નથી તો કેવી રીતે આ‌વશો ? જ્યારે મારા પર દિલ્હીમાં 'જીના ઇસી કા નામ હૈ' પ્રોગામ થયો. ત્યારે તેમને શ્વાસની તકલીફ હતી. તો પણ સિલેંડર લઇને ત્યાં પણ આવ્યા. આ એક ઇતિહાસ હતો. તે મોટા હતા અને દિલના પણ વિશાળ હતા. તેમની સાથે ‘દુશ્મન દુનિયા કા’, ‘બરસાત કી રાત’, ‘એક નઇ પહેલી’ સહિત ઘણા ફિલ્મોમાં કામ કર્યું. મૃત્યુ પહેલાં અમેરિકા જતા રહ્યા. ત્યાં તેમને મળ્યો હતો. તો મારા આવતા પહેલા જ મેસેજ મોકલીને કહ્યુ, - તમને પૈસાની અથવા કોઇ વસ્તુની જરૂર હોય તો બેટા મને યાદ કરજે. ડરીશ નહિ, તારો બાપ જીવિત છે. આટલો તેમણે પ્રેમ દેખાડ્યો હતો.


તે હંમેશાં કહેતા હતા કે - જોની મેં જે ભૂલ કરી છે, આવી ભૂલ બેટા તુ કરીશ નહિ. ફિલ્મ ઓછી કરો, ફેમિલીને વધુ સમય આપો. તેમનું બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઇમાં હાર્ટનું ઓપરેશન થયું, ત્યારે તેમને મળવા ગયો હતો. હોસ્પિટલમાં તેમને મળતા મને અટકાવ્યો. તે બોલ્યા..નહિં, નહિ,. તેને બોલાવો. રૂમમાં ગયો અને જોયું કે વેન્ટિલેટર પર છે. તો પણ તે જે-તે વાતો કરીને લોકોને હસાવી રહ્યા હતો. તે અમારા આઇડલ છે. તેમનું ગીત ‘હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ’.. બિલકુલ સટીક છે.

તેમનું નામ મારા સાથે જોડાવું મારી ખુશનસીબી- જુનિયર મેહમૂદ
મારું નામ જૂનિયર મેહમૂદ છે. આ ઓળખાણથી મને કોઇ સમસ્યા નથી. તેમનું નામ મારા નામથી જોડાવું તે મારી ખુશનસીબી. હું આઠ વર્ષનો હતો, જ્યારે મેહમૂદ સાહેબ સાથે કામ કરવાની તક મળી. તે ફિલ્મનું નામ ‘સુહાગરાત’ હતું. હું પણ ત્યારે નાદાન હતો, પરંતુ ઉર્જાથી ભરેલો હતો. પહેલી મુલાકાતમાં તેમની ટોનમાં વાત કરીને તે રોલ મેળવ્યો હતો. તે બધાને તક આપવામાં આગળ રહેતા હતા. અમિતાભ બચ્ચનના સ્ટ્રગલના દિવસોમાં ‘બોમ્બે ટુ ગોવા’ પણ મેહમૂદ સાહેબના કારણ મળી હતી. 


મને પણ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાપિત કરવામાં તેમનું મોટું યોગદાન હતું. તેમની દીકરીઓના જન્મદિવસ પર ‘ગુમનામ’ના ગીત ‘હમ કાલે હૈ તો ક્યાં હુઆ દિલવાલે હૈ’ પર નાચ્યો હતો. તેમના લીધે મારી કિસ્મતનો સિતારો ચમક્યો હતો. તેમની માટે મારા મનમાં ઘણી ઇજ્જત હતી. મુકરી ચાચાની જેમ મેહમૂદ સાહેબને પણ રમી પસંદ હતી. લલિતા પવાર, સુંદર અંકલની સાથે રહેતા હતા. મેહમૂદ સાહેબ વધારે ચંચળ છે. તે લોકોની સાથે હસી મજાક કરતા રહેતા હતા. તેમને જ્યાં પણ મળતો હતો ત્યાં તેમની સાથે વાત કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...