તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહિદ કપૂરનો ‘જર્સી’ ફિલ્મનો શૂટિંગ દરમ્યાનનો વીડિયો વાઇરલ થયો, ક્રિકેટ પર આધારિત ફિલ્મ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: શાહિદ કપૂર હાલ તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિન્દી રિમેક છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાનનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. બિહાઇન્ડ ધ સીનના આ વીડિયોમાં શાહિદ બાઈક પર સવાર છે અને સાથે એક ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ છે. ફિલ્મમાં તેઓ બાપ દીકરાના રોલમાં છે. ‘કબીર સિંહ’ બાદ આ શાહિદની સતત બીજી રિમેક ફિલ્મ છે.

આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે અને ફિલ્મમાં ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’ ફિલ્મમાં કામ કરી ચૂકેલ મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ઉપરાંત ફિલ્મમાં શાહિદના પિતા પંકજ કપુર પણ સામેલ છે. તેલુગુ ફિલ્મ ‘જર્સી’માં સાઉથ એક્ટર નાની લીડ રોલમાં હતો. ઇન્ડિયન ક્રિકેટમાં કંઈક મોટું કરવાની આશા પૂરી કરવા માટે તે જે સ્ટ્રગલ કરે છે તેની આસપાસ સ્ટોરી વણાય છે. 40 વર્ષની ઉંમરે એક ફેઈલ ક્રિકેટર પરિસ્થિતિને આધીન થઈને ગેમમાં પરત ફરે છે અને તે કઈ રીતે આગળ વધે છે તે જ ફિલ્મની સ્ટોરી છે.  હિન્દી રિમેકને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી જ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મ 28 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો