તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરહાન-શિબાનીના લગ્નને લઈ પિતા જાવેદે કહ્યું, મને પણ ખબર નથી કે તેઓ ક્યારે લગ્ન કરવાના છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ચર્ચા છે કે ફરહાન અખ્તર તથા શિબાની દાંડેકર વર્ષ 2020ના અંત સુધીમાં લગ્ન કરવાના છે. જાવેદ અખ્તરને ફરહાનના લગ્નને લઈ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે તેમને આ અંગે કંઈ જ ખબર નથી.

આજના છોકરાઓ છૂપા રૂસ્તમ હોય છે
જાવેદ અખ્તરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ફરહાનના લગ્નની વાત હાલમાં જ ખબર પડી. તે ફરહાનને તેના જન્મદિવસ પર મળ્યાં હતાં પરંતુ તેણે લગ્નને લઈ કોઈ વાત કરી નહોતી. જોકે, આજકાલના સંતાનો છૂપા રૂસ્તમ હોય છે. જાવેદ અખ્તરે શિબાનીના વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ ઘણીવાર તેને મળ્યાં છે અને તે ઘણી જ સ્વીટ છે. 

‘તૂફાન’ રિલીઝ થયા બાદ લગ્ન કરે તેવી શક્યતા
સૂત્રોના મતે, શિબાની તથા ફરહાને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, હજી સુધી તેમણે ડેટ ફાઈનલ કરી નથી. ફરહાનની ફિલ્મ ‘તૂફાન’ રિલીઝ થઈ ગયા બાદ બંને લગ્ન કરે તેમ માનવામાં આવે છે. જોકે, એમ પણ કહેવાય છે કે ‘તૂફાન’ રિલીઝ થયા પહેલાં પણ ફરહાન-શિબાની લગ્ન કરી લેશે. નોંધનીય છે કે ફરહાન અખ્તરની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘તૂફાન’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. 

શિબાનીએ ફરહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
હાલમાં જ ફરહાને પોતાનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શિબાનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફરહાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું. હેપી બર્થડે, માય બેટર હાફ, આ તમામ મેજિક, હાસ્ય તથા જીવનમાં પ્રેમ લાવવા માટે આભાર. હું જેટલા પણ વ્યક્તિઓને મળી તેમાંથી તું ઘણો જ સારો છે. દુનિયાને તારા જેવા લોકોની વધારે જરૂર છે. 

ફરહાન બે દીકરીઓનો પિતા છે
ફરહાન તથા શિબાની બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. નોંધનીય છે કે ફરહાને હેર સ્ટાઈલિસ્ટ અધૂના સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે દીકરીઓ શાક્યા તથા અકિરા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો