• Gujarati News
  • National
  • Ishaan Khatter And Tabu Lead Role Alongside TV Actress Tanya In A Web Show Based On 'A Suitable Boy' Novel

‘અ સૂટેબલ બોય’ નોવેલ પર આધારિત વેબ શોમાં ટીવી એક્ટ્રેસ તાન્યાની સાથે ઈશાન ખટ્ટર અને તબુ લીડ રોલમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વેબ સિરીઝ 6 ભાગમાં BBC 1 પર રિલીઝ થવાની છે
  • ‘સલાબ બોમ્બે’ અને ‘ધ નેમસેક’ ફેમ ઇન્ટરનેશનલ ફિલ્મમેકર મીરા નાયર આના ડિરેક્ટર
  • સ્ટોરી ભારતના 1951ના સમયની છે

બોલિવૂડ ડેસ્ક: પ્રસિદ્ધ રાઇટર વિક્રમ શેઠની નોવેલ ‘અ સૂટેબલ બોય’ પરથી વેબ શો બનવાનો છે. ‘સલાબ બોમ્બે’ અને ‘ધ નેમસેક’ ફેમ ઇન્ટરનેશનલ ફિલ્મમેકર મીરા નાયર આ વેબ શો ડિરેક્ટ કરવાના છે. આ વેબ શોની સ્ટારકાસ્ટમાં ટીવી એક્ટ્રેસ તાન્યા મણિકતાલાની સાથે ઈશાન ખટ્ટર અને તબુ પણ લીડ રોલમાં જોવા મળશે. BBC 1 પર છ ભાગમાં રિલીઝ થનાર આ ડ્રામા નોવેલનું ફર્સ્ટ સ્ક્રીન અડેપ્ટેશન છે.

કેરેક્ટર્સ અને સ્ટોરી પ્લોટ 
આ અડેપ્ટેશનમાં ઈશાન માન કપૂરના રોલમાં હશે. સ્ટોરી 1951ના સમયની છે જેમાં ભારતમાં આઝાદી બાદ નવો દોર શરૂ થઇ રહ્યો હતો. ઈશાન ખટ્ટર રાજકારણીનો દીકરો હોય છે જ્યારે તબુ શાયદા બાઈ નામની ગણિકા (courtesan)ના રોલમાં છે. માન જિંદગીને જલસાથી જીવવાવાળો પણ શું તે તેના શાયદા બાઈ સાથેના રિલેશન છુપાવી શકશે કે કેમ તે સ્ટોરીમાં જોવાનું છે. તાન્યા લતાના રોલમાં છે. લતા અને માન તેમના એક પરિવારના સભ્યનાં લગ્નમાં મળે છે. આ લતાની કમિંગ ઓફ એજ સ્ટોરી છે જેમાં લતાની માતા તેની માટે એક હેન્ડસમ યોગ્ય મુરતિયો શોધે છે. બીજી બાજુ લતા ખુદને શોધવાની જર્નીમાં આગળ વધતી હોય છે. આ લતા, માન અને શાયદાની ટ્રાયેન્ગલ સ્ટોરી છે.

શૂટિંગ 
આ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટનું શૂટિંગ આવતા મહિનાથી ભારતમાં શરૂ થશે. ટીમ નોર્ધન ઇન્ડિયાના લખનઉ અને મહેશ્વર જેવા લોકેશન્સ પર શૂટિંગ શરૂ કરશે.
આ વેબ સિરીઝને મીરા નાયર ડિરેક્ટ કરવાના છે અને ‘ધ નેમસેક’ બાદ તબુ અને મીરા નાયર ફરીવાર સાથે કામ કરી રહ્યા છે. આ વેબ સિરીઝને ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ’, ‘વોર એન્ડ પીસ’ ફેમ રાઇટર એન્ડ્ર્યુ ડેવિસ લખવાના છે. ‘Lookout Point’ આ સિરીઝને પ્રોડ્યૂસ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...