તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવાર લગ્ન માટે દબાણ કરે છે? અર્જુન કપૂરે કહ્યું, હું સાંભળું બધાનું પણ મારા મનનું કરું છું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ સામાન્ય રીતે અર્જુન કપૂરની ઈમેજ ફેમિલી મેનની છે. તે બહેનો અંશુલા, જાહન્વી તથા ખુશીનો મોટો ભાઈ છે. અર્જુન કપૂર એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની સાથે એક ફિલ્મ કરી રહ્યો છે. હાલમાં જ અર્જુન કપૂરે
પરિવાર તથા મલાઈકા સાથેના લગ્નને લઈ વાત કરી હતી.

1) શું કહ્યું અર્જુને?

અર્જુન કપૂરને હાલમાં જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે પરિવારના બધા જ સભ્યો ભેગા થાય તો તેઓ શું કરે છે? જેના જવાબમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે છેલ્લાં ઘણાં સમયથી તેઓ ભેગા થઈ શક્યા નથી. જાહન્વી તેના કામમાં વ્યસ્ત છે અને તે પણ હાલમાં બિઝી છે. પરિવારમાં સૌથી વધુ વ્યસ્ત તો તેના પિતા છે. ખુશી છેલ્લાં થોડાં સમયથી ન્યૂ યોર્કમાં હતી. ગયા વર્ષે દિવાળી પર તે સોનમ કપૂર તથા હર્ષવર્ધનને મળ્યો હતો અને પછી તે મળી શક્યો જ નથી. 

અર્જુન કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે પંજાબી પરિવાર સંતાનોને લગ્નને લઈ દબાણ કરતો હોય છે તો એની સાથે પણ આવું જ થાય છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે ના તેની સાથે એવું નથી. તેના પરિવારના મોટાભાગના લોકોને ખ્યાલ છે કે તે સાંભળે તો બધાનું છે પરંતુ કરે પોતાના મનનું જ છે. તે સમય કરતાં પહેલાં જ પરિપક્વ થઈ ગયો છે. તે પરિવારને હેરાન કર્યાં વગર જ પોતાનું બધું જ જાતે કરતા શીખી ગયો છે. તેણે ઘરમાં પણ કહી દીધું છે કે જ્યારે તે લગ્ન કરીને ઠરીઠામ થવાનું વિચારશે ત્યારે તે બધાને કહી દશે. તે આ વાત કોઈનાથી છુપાવશે નહીં. 

ગયા વર્ષે અર્જુન કપૂરની ફિલ્મ ‘પાણીપત’ છ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં સંજય દત્ત તથા ક્રિતિ સેનન હતાં. આ ફિલ્મ 1761માં પાણીપતની ત્રીજી લડાઈ લડનાર મરાઠા યોદ્ધા સદાશિવ રાવ ભાઉ પર આધારિત હતી. જોકે, આ ફિલ્મ ચાહકોને પસંદ આવી નહોતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો