તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Two Days, Ajay's Tanaji Earned 35 Crores And Deepika's 'Chhapak' Earned 11 Crores.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસમાં અજયની ‘તાનાજી’એ 35 કરોડ તો દીપિકાની ‘છપાક’એ 11 કરોડની કમાણી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ની કમાણીમાં બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ‘તાનાજી’એ બે જ દિવસમાં 35 કરોડથી વધુ કમાણી કરી છે.

‘છપાક’એ 2 દિવસમાં 11.67 કરોડની કમાણી કરી
‘છપાક’એ પહેલાં દિવસે અપેક્ષા પ્રમાણે કમાણી કરી નહોતી. ફિલ્મે 4.77 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 6.9 કરોડની કમાણી કરી છે. બીજા દિવસે ફિલ્મ મેટ્રો સિટીમાં સારી ચાલી છે પરંતુ અન્ય જગ્યાઓએ આ ફિલ્મ સારી ચાલી નથી.

બે દિવસમાં 35.67 કરોડની કમાણી
અજય દેવગનની ફિલ્મે પહેલાં દિવસે 15.10 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 20.57 કરોડ કમાયા છે. આ રીતે ફિલ્મે બે દિવસમાં 35.67ની કમાણી કરી છે. મહારાષ્ટ્રમાં આ ફિલ્મ ઘણી જ સારી ચાલી છે. 

ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં અજય દેવગને લીડ રોલ પ્લે કર્યો છે. અજયની આ 100મી ફિલ્મ છે. સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં છે અને ફિલ્મમાં ઘણાં સીનમાં તે અજય પર ભારે પડે છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૈન્યના સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે.  ડિરેક્ટર મેઘના ગુલઝારની ‘છપાક’માં એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની રિયલ લાઈફ સ્ટોરી છે. ફિલ્મમાં દીપિકાએ માલતીનો રોલ પ્લે કરે છે. આ ફિલ્મથી દીપિકા પ્રોડ્યૂસર પણ બની છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો