• Home
  • Bollywood
  • Bollywood News
  • News
  • In reply to Naseeruddin Shah's 'Anupam Kher is a clown, a psychophant', Anupam said, "this is the objects you have been consuming for years speaking".

વાક્યુદ્ધ / નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને જોકર કહ્યા, તો અનુપમે કહ્યું, ‘તમે જે પદાર્થોનું સેવન કરો છો તેનાથી સારા-નરસાનું ભાન ભૂલી ગયા છો’

In reply to Naseeruddin Shah's 'Anupam Kher is a clown, a psychophant', Anupam said,

  • નસીરુદ્દીન શાહે તાજેતરમાં ‘ધ વાયર’ને આપેલા એક દીર્ઘ ઈન્ટરવ્યૂમાં અનુપમ ખેરને જોકર, સાઈકોફન્ટ કહેલા
  • જવાબમાં અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને પોતે નસીરુદ્દીન શાહને ગંભીરતાથી ન લેતા હોવાની વાત કહી

Divyabhaskar.com

Jan 23, 2020, 11:24 AM IST

બોલિવૂડ ડેસ્કઃ પોતાનાં આકરાં બયાનોને લીધે અવારનવાર ચર્ચા-વિવાદમાં આવતા સિનિયર એક્ટર નસીરુદ્દીન શાહ ફરી પાછા વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમણે ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝ વેબસાઈટ ‘ધ વાયર’ને આપેલા એક દીર્ઘ ઈન્ટરવ્યૂમાં પોતાના હમઉમ્ર અદાકાર અનુપમ ખેર વિશે કરેલાં ઉચ્ચારણોને કારણે વિવાદ વહોર્યો છે. નસીરુદ્દીન શાહે સ્પેશિયલી અનુપમ ખેરનું નામ લઈને કહ્યું કે, ‘અનુપમ ખેર (ટ્વિટર પર) બહુ વોકલ છે, પણ હું નથી માનતો કે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. એ જોકર છે. NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા) અને FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા)ના એના કોઈપણ સમકાલીન એના સાઈકોફેન્ટિક સ્વભાવની પુષ્ટિ કરી શકે છે. એ એના લોહીમાં છે, હવે એ પોતે પણ એમાં કશું કરી શકે તેમ નથી.’

19 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થયેલા આ ઈન્ટરવ્યૂ પછી હવે અનુપમ ખેરનો જલદ પ્રત્યુત્તર આવ્યો છે. બુધવારે સાંજે સાતેક વાગ્યે અનુપમે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘આ વખાણ માટે શુક્રિયા, પણ હું તમને અને તમારી વાતોને જરાય સિરિયસલી લેતો નથી. મેં જોકે ક્યારેય તમારા વિશે કશું ખરાબ કહ્યું નથી, પરંતુ હવે ચોક્કસ કહીશ કે, તમે આટલી સફળતા મળવા છતાં તમારી આખી જિંદગી ફ્રસ્ટ્રેશનમાં વીતાવી છે. જો તમે દિલીપ કુમારને, અમિતાભ બચ્ચનને, રાજેશ ખન્નાને, શાહરુખ ખાનને, વિરાટ કોહલીને ક્રિટિસાઈઝ કરી શકો છો તો હું માનું છું કે હું બહુ સારી કંપનીમાં છું. અને આમાંથી કોઈએ પણ તમારાં સ્ટેટમેન્ટ્સને ગંભીરતાથી નથી લીધાં, કેમ કે અમે સૌ જાણીએ છીએ કે આ તમે નહીં, વર્ષોથી તમે જે પદાર્થોનું સેવન કરો છો તેને કારણે તમને સારા-ખરાબનો તફાવત જ માલુમ પડતો નથી. મારી ટીકા કરીને તમે જો એક-બે દિવસ હેડલાઈન્સમાં આવતા હો તો હું તમને આ આનંદ ભેટ કરું છું...’

નસીરુદ્દીન શાહ પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં CAA-NRC મુદ્દે થઈ રહેલાં વિરોધ પ્રદર્શનો, બોલતી કે ચૂપ રહેતી સેલિબ્રિટીઝ, દીપિકા પાદુકોણ, ઈતિહાસને જુદી રીતે રજુ કરીને બનતી ઐતિહાસિક ફિલ્મો વગેરે ઘણા મુદ્દે બોલ્યા હતા.

X
In reply to Naseeruddin Shah's 'Anupam Kher is a clown, a psychophant', Anupam said,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી