• Gujarati News
  • National
  • Hrithik Roshan Shares A Video From Wrap Celebration On War Sets: ‘I Just Hope They Remember That The Last Scene Is Still Left’

હ્રિતિકે સેટ પરના રેપ અપ સેલિબ્રેશનનો વીડિયો શેર કરી કહ્યું, આશા રાખું છું કે આ લોકોને યાદ હોય કે છેલ્લો સીન બાકી છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ટાઇગર શ્રોફ અને હ્રિતિક રોશન સ્ટારર ‘વોર’ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે. હ્રિતિકે તેના સોશિયલ મીડિયા પર રેપ અપ સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો હતો. ફિલ્મના શૂટિંગના રેપ અપ બાદ તેણે સેટ પરનો જ વીડિયો શેર કર્યો હતો જેમાં ટાઇગરથી લઈને ડિરેક્ટર અને ફિલ્મની આખી ટીમ ચીઅર કરતી દેખાઈ રહી છે. તેણે વીડિયો શેર કરી લખ્યું કે, ‘મારું હજુ એક દિવસનું શૂટિંગ બાકી છે. પણ જે રીતે દરેક લોકોએ રેપનું સેલિબ્રેશન શરૂ કરી દીધું છે ત્યારે હું અહીં અડધો કન્ફ્યુઝ આ મસ્તીમાં જોડાયો છું. હું બસ આશા રાખું છું કે, તેઓને યાદ હોય કે હજુ લાસ્ટ સીન બાકી છે.’

હ્રિતિકે એવું પણ લખ્યું હતું કે, ‘હું સૌથી વધુ મિસ ટાઇગર સાથે કામ કરવાનું કરીશ.’ આ પોસ્ટ પર ટાઈગરે કમેન્ટ કરી હતી કે, ‘લાસ્ટ દિવસ માટે ઓલ ધ બેસ્ટ.’ આ બિગ બજેટ એક્શન પેક્ડ ફિલ્મનું શૂટિંગ દુનિયાભરના 7 દેશો અને 15 શહેરોમાં થયું છે. ‘વોર’ ફિલ્મને ‘યશ રાજ પ્રોડક્શન’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સને હોલિવૂડના ત્રણ પ્રખ્યાત એક્શન ડિરેક્ટર્સ અને એક બોલિવૂડના એક્શન સીન સ્પેશિયાલિસ્ટે તૈયાર કરી છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વાણી કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. 

અન્ય સમાચારો પણ છે...