‘વોર’એ વિકી કૌશલની ‘ઉરી’ કરતાં વધારે કમાણી કરી, 11 દિવસમાં 250 કરોડને પાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રીતિક રોશન તથા ટાઈગર શ્રોફની 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર’એ 11 જ દિવસમાં 250 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બીજા શનિવારે (12 ઓક્ટોબર) ફિલ્મે 11.20 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મના હિંદી વર્ઝને અત્યાર સુધી 246.80 કરોડ કમાયા છે. આ કમાણીમાં તમિળ તથા તેલુગની કમાણી ઉમેરવામાં આવે તો ફિલ્મે 257.75 કરોડ થાય છે. ‘વોર’એ ‘ઉરી’ કરતાં વધુ કમાણી કરી નાખી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ‘ઉરી’નું લાઈફ ટાઈમ કલેક્શન 245. 36 કરોડ છે. વર્ષ 2019મા સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મમાં શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ છે. આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 278. 24 કરોડ છે. ત્યારબાદ બીજા સ્થાને ‘વોર’ છે. આ ઉપરાંત હોલિવૂડ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ના હિંદી વર્ઝને 373.22 કરોડ કમાયા કરી છે. 

પ્રિયંકા ચોપરાની ફિલ્મે બે દિવસમાં 6.50 કરોડ કમાયા
પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મે બે દિવસમાં 6.50 કરોડની કમાણી કરી છે. પહેલાં દિવસે આ ફિલ્મે 2.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસની કમાણીમાં 60 ટકાનો વધારો થયો હતો અને ફિલ્મે 2.50 કરોડની આસપાસ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે કહ્યું હતું કે પ્રિયંકાની આ ફિલ્મ 100 કરોડની મૂવી નથી. આ ફિલ્મ માત્રને માત્ર માઉથ પબ્લિસિટી પર જ ચાલશે. 

અન્ય સમાચારો પણ છે...