એક્શન / સિંગર હાર્ડ કૌરે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી, ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયું

Hard Kaur posts video abusing PM Narendra Modi and Amit Shah. Twitter suspends her account

Divyabhaskar.com

Aug 13, 2019, 04:31 PM IST

બોલિવૂડ ડેસ્ક: પંજાબી સિંગર હાર્ડ કૌરનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયું છે. તેણે 2:20 મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી અને તેમને ચેલેન્જ પણ આપી. વીડિયોમાં તે ખાલિસ્તાન સપોર્ટર્સ સાથે જોવા મળી હતી. તે વીડિયોમાં તે ખાલિસ્તાન ચળવળની તરફેણમાં પણ બોલી હતી.

વીડિયોમાં તે ખાલિસ્તાન સપોર્ટર્સ સાથે દેખાય છે. તેણે પીએમ મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી કે આવીને મારી સાથે લડો. મર્દ બનો. તેમણે મોદી અને અમિત શાહને કહ્યું કે, ‘તમે લોકોનો, આર્મીનો પર્સનલ એજન્ડા માટે ઉપયોગ કર્યો છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘અમિત શાહ પાર્લામેન્ટમાં બેસીને મોટી મોટી વાતો કરવી સરળ છે. કારણકે સરકાર તમારી છે, કાયદો તમારા હાથમાં છે, બધું તમારા હાથમાં જ છે. અમિત શાહ અને મોદી આ તમારા માટે છે. 15 ઓગસ્ટના રોજ અમે 15 દેશોમાં ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવીશું, રોકી શકો તો રોકી લો અમને.’

વીડિયોમાં હાર્ડ કૌરે તેનો બળાપો કાઢતાં જણાવ્યું કે, ‘આ શું છે? તમે મને ધમકી આપો છો. મારા પરિવારને, મારા મિત્રોને, મારા ફેન્સને ધમકી આપો છો. હિંમત હોય તો મને એકલા મળો. અમિત શાહ અને જેટલા બીજા રાજકારણીઓ છે તેમને બધાને કહું છું. મર્દ બનો અને એકલા આવીને લડો.’

અગાઉ જૂન મહિનામાં તેણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર પણ અયોગ્ય ટિપ્પણી કરી હતી. ત્યારે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કલમ 153 એ, 124 એ, 500, 505 તથા 66 આઈટી એક્ટ હેઠળતેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

X
Hard Kaur posts video abusing PM Narendra Modi and Amit Shah. Twitter suspends her account
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી