તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • 'Gully Boy' In Award Night, Ranveer Singh Becomes Best Actor, Alia Gets Best Actress Award

અવોર્ડ નાઇટમાં ‘ગલી બોય’ છવાઈ, રણવીર સિંહને બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો

9 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ મુંબઈમાં 8 ડિસેમ્બરના રોજ સ્ટાર્ટ સ્ક્રીન અવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ નાઇટને ખાસ બનાવવા ઘણા સેલિબ્રિટીઝ પહોંચ્યા, જેમાં આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, રિતિક રોશન, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, સુરવીન ચાવલા વગેરે સહિત અનેક સેલિબ્રિટીઝનો જમાવડો થયો હતો.
 

અવોર્ડ નાઇટમાં ‘ગલી બોય’ છવાઈ
ફિલ્મ ‘ગલી બોયે’ કુલ 4 અવોર્ડ પોતાના નામે કર્યાં, જેમાં રણવીર સિંહને બેસ્ટ એક્ટર (મેલ), આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર (ફીમેલ), ઝોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટર, સિદ્ધાંત ચતુર્વેદીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો.

અવોર્ડ વિનર્સનું લિસ્ટ

 • બેસ્ટ એક્ટર (મેલ): ‘ગલી બોય’ માટે રણવીર સિંહ
 • બેસ્ટ એક્ટર (ફીમેલ): ‘ગલી બોય’ માટે આલિયા ભટ્ટ
 • બેસ્ટ ડાયરેક્ટર (ક્રિટિક્સ ચોઇસ): ‘આર્ટિકલ 15’ માટે અનુભવ સિંહા
 • બેસ્ટ ડાયરેક્ટર: ‘ગલી બોય’ માટે ઝોયા અખ્તર
 • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ): ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માટે ગુલશન દેવૈયા
 • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ): ‘કબીર સિંહ’ માટે કામિની કૌશલ
 • મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર (મેલ): ‘ગલી બોય’ માટે સિદ્ધાંત ચતુર્વેદી
 • મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર (ફીમેલ): ‘કેદારનાથ’ માટે સારા અલી ખાન
 • બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ (ફીમેલ): ‘બાલા’ માટે યામી ગૌતમ
 • વાત નવી અવોર્ડ: લુકા છુપી’
 • બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ (મેલ): આયુષ્માન ખુરાના
 • બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ (ફીમેલ): ભુમિ પેડનેકર અને તાપસી પન્નુ
 • મોસ્ટ પ્રોમિસિંગ ડેબ્યુ ડાયરેક્ટરઃ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે આદિત્ય ઘર
 • બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ‘કબીર સિંહ’ના ગીતા બેખ્યાલી’ માટે સચેત ટંડન
 • બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): ‘કલંક’ના ગીત ઘર મોરે પરદેસિયા’ માટે શ્રેયા ઘોષાલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો