ડેબ્યુ / આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત બાદ ગોવિંદાએ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું, ચેનલનું નામ ‘ગોવિંદા નં 1’ રાખ્યું

Govinda debuted on YouTube after Alia Bhatt, Madhuri Dixit, named the channel 'Govinda No 1'

Divyabhaskar.com

Feb 15, 2020, 12:04 PM IST

બોલિવૂડ ડેસ્ક: ગોવિંદાએ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમણે ‘ગોવિંદા નં 1’ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. થોડા સમય પહેલાં વીડિયો કમ્યુનિટી એપ ટિકટોક પર પણ ગોવિંદાએ ડેબ્યુ કર્યું હતું. યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી ફેન્સને ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે પણ કહ્યું.

ગોવિંદાએ વીડિયોમાં તેમના બે નવા સોન્ગની પણ વાત કરી. છેલ્લે તેઓ ‘રંગીલા રાજા’ ફિલ્મમાં દેખાયા હતા.

એક્ટર્સ જે યુટ્યુબર્સ બન્યા
ગોવિંદા પહેલાં આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડિઝ, માધુરી દીક્ષિત, અર્જુન કપૂર સહિત ઘણા સ્ટાર્સે યુટ્યુબ પર પોતાની ચેનલ સ્ટાર્ટ કરી છે. ઉપરાંત યામી ગૌતમ, શિલ્પા શેટ્ટી જેવા ઘણા બધા સ્ટાર્સ ટિકટોક પર પણ ઘણા એક્ટિવ છે.

X
Govinda debuted on YouTube after Alia Bhatt, Madhuri Dixit, named the channel 'Govinda No 1'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી