બોક્સ ઓફિસ / ‘ગુડ ન્યૂઝ’ની વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી, ‘તાનાજી’એ ચાર દિવસમાં 75 કરોડનો બેંચમાર્ક પાર કર્યો

Good News earns world-wide 300 cr, Tanaji crossed the 75 cr benchmark in four days

Divyabhaskar.com

Jan 14, 2020, 05:39 PM IST

મુંબઈઃ નવ જાન્યુઆરીએ રિલીઝ થયેલી રજનીકાંતની ‘દરબાર’એ અત્યાર સુધીમાં 150 કરોડની કમાણી વર્લ્ડવાઈડ કરી છે. ફિલ્મ બનાવનાર લાયકા પ્રોડક્શને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ વાતની માહિતી આપી હતી. અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ’એ વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘તાનાજી’એ 75.68 અને ‘છપાક’એ 21.37 કરોડ કમાયા છે.

200 કરોડનું બજેટ
સૂત્રોના મતે, એ મુરુગદાસની ‘દરબાર’ 200 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મે પાંચ દિવસમાં 150 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ એક વીકમાં 200 કરોડથી વધુની કમાણી કરશે. ફિલ્મ ‘દરબાર’ને તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ કરવામાં આવી છે. હિંદીને બાદ કરતાં તમિળ તથા તેલુગુમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મમાં રજનીકાંતે પોલીસની ભૂમિકા ભજવી છે અને સુનીલ શેટ્ટી વિલનના રોલમાં જોવા મળ્યો છે.

‘ગૂડ ન્યૂઝ’એ 300 કરોડ કમાયા
અક્ષય કુમાર-કરીનાની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’એ વર્લ્ડ વાઈડ 300 કરોડનો બિઝનેસ કર્યો છે. ધર્મા પ્રોડક્શનના અપૂર્વ મહેતાએ ટ્વિટર પર આ અંગે ટ્વીટ કરી હતી. 27 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ સ્પર્મ એક્સચેન્જના બેકગ્રાઉન્ડ પર બની છે.

‘છપાક’ vs ‘તાનાજી’
10 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણની ‘છપાક’ તથા અજય દેવગનની ‘તાનાજી’ રિલીઝ થઈ હતી. ચાર દિવસમાં ‘તાનાજી’એ 75.68 કરોડ તો ‘છપાક’એ 21.37 કરોડની કમાણી કરી છે.

X
Good News earns world-wide 300 cr, Tanaji crossed the 75 cr benchmark in four days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી