સિક્વલ / આઠ વર્ષ પછી ‘ગો ગોઆ ગોન’ની સિક્વલ બનશે, પહેલો પાર્ટ જ્યાં પૂરો થયો હતો ત્યાંથી જ બીજો પાર્ટ શરૂ થશે

'Go Goa Gone' sequel to be released after eight years, where the first part ended, the story will start from there

Divyabhaskar.com

Jan 15, 2020, 01:10 PM IST

બોલિવૂડ ડેસ્ક: 2013માં આવેલ ઝોમ્બી કોમેડી ફિલ્મ ‘ગો ગોઆ ગોન’ની સિક્વલ ‘ગો ગોઆ ગોન 2’ બનવાની છે. આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મ આવતા વર્ષે 2021માં રિલીઝ થશે. મહત્ત્વની અને રસપ્રદ વાત એ છે કે આ સિક્વલ ત્યાંથી જ શરૂ થશે જ્યાં પહેલી ફિલ્મ પૂરી થઇ હતી. ભારતની પહેલી ઝોમ્બી કોમેડી ફિલ્મ ગણાતી ‘ગો ગોઆ ગોન’ની સિક્વલ ‘ગો ગોઆ ગોન 2’નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે.

ઓરિજિનલ ફિલ્મને ઇન્ડિયન અમેરિકન ફિલ્મ ડિરેક્ટર્સ રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકેએ ડિરેક્ટ કરી હતી. તેમાં સૈફ અલી ખાન, કૃણાલ ખેમુ, વીર દાસ, આનંદ તિવારી અને પૂજા ગુપ્તા મહત્ત્વના રોલમાં હતા. સિક્વલ ફિલ્મને લઈને સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, ‘આ ખરેખર મસ્ત આઈડિયા છે અને મને ઘણો ગમ્યો. હું સિક્વલમાં બોરિસ તરીકે જ પરત ફરીશ પરંતુ આ વખતે હું અલગ મિશન પર હોઈશ. રાજ અને ડીકેએ બીજા ઇન્સ્ટોલમેન્ટ માટે રસપ્રદ સ્ટોરી ગુંથી છે જે પહેલા ભાગ સાથે સિંકમાં છે. કૃણાલ ખેમ ખેમુ અને વીર દાસ પણ સિક્વલનો હિસ્સો હશે.’

ઓરિજિનલ ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરી મુજબ ત્રણ મિત્રો ગોઆ ટ્રિપ પર જાય છે અને તે દરમ્યાન એક ખાસ ડ્રગને કારણે તેઓ ઝોમ્બી વચ્ચે ફસાય જાય છે. તેમને ડ્રગ ડીલરનો રોલ નિભાવનાર સૈફ અલી ખાન બચાવે છે. આ ફિલ્મને સૈફ અલી ખાને ઇરોસ ઇન્ટરનેશનલ અને દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સાથે મળીને પ્રોડ્યૂસ કરી હતી. તે ફિલ્મે બોક્સઓફિસ પર 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

X
'Go Goa Gone' sequel to be released after eight years, where the first part ended, the story will start from there
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી