તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Gangubai Kathiawadi: Alia Bhatt Won’t Sing And Dance In Sanjay Leela Bhansali’s Drama

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટ ડાન્સ કરતી કે ગીત ગાતી નહીં દેખાય, ગેંગસ્ટરના રોલમાં દેખાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ગુજરાતી ગેંગસ્ટર લેડીના રોલમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં તે ડાન્સ કરતી કે ગીત ગાતી જોવા નહીં મળે. ફિલ્મમાં તેનો લુક એકદમ સરળ, સાદો ગ્લેમર વગરનો હશે.


ફિલ્મમાં આલિયા તેનાં ગેંગસ્ટરનાં કેરેક્ટરમાં જ રહેશે. સંજય લીલા ભણસાલીએ આલિયા માટે અમુક ફોક સોન્ગ કમ્પોઝ કર્યા છે પરંતુ તે લિપ સિન્ક કરતી દેખાશે નહીં. ગીત બેકગ્રાઉન્ડમાં વાગશે. ફિલ્મમાં લાઈવ સાઉન્ડ હશે એટલે આલિયાએ તેના ડાયલોગ્સ પણ એક ટ્રાયમાં જ બોલવા પડશે. તેને ડબિંગ માટે સેકન્ડ ચાન્સ નહીં મળે. શૂટિંગ વખતેની તેની ડાયલોગ ડિલિવરી ફાઇનલ હશે.


આ ફિલ્મમાં આલિયા ગન ચલાવતી દેખાશે. અગાઉ ‘રાઝી’ ફિલ્મમાં તેણે ગન ચલાવી હતી પરંતુ આ ફિલ્મ માટે તો તેણે શાર્પ શૂટર તરીકે દેખાવું પણ જોશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો