ફ્રેન્ચ ફિલ્મમેકર જરોમ સલેએ પ્રભાસની ‘સાહો’ હોલિવૂડ ફિલ્મ ‘લાર્જો વિંચ’ની ઉઠાંતરીનો આરોપ મૂક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સાહો’ ખરાબ રિવ્યૂ મળ્યાં હોવા છતાંય બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મ ‘લાર્જો વિંચ’ની નકલ છે.

ટ્વીટ બાદ હોલિવૂડ ડિરેક્ટરે પ્રતિક્રિયા પણ આપી
સોશિયલ મીડિયામાં ટ્વીટ થયા બાદ ‘લાર્જો વિંચ’ના ડિરેક્ટર જરોમ સલેએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી હતી. જરોમને એક ટ્વિટર યુઝરે ટૅગ કરીને ‘સાહો’ હોલિવૂડ ફિલ્મની નકલ હોવાની વાત કરી હતી. ત્યારબાદ જરોમે કહ્યું હતું કે તેમને લાગે છે કે ભારતમાં તેમનું કરિયર સારું બની શકે છે. આ યુઝરે જરોમને ટૅગ કરીને કહ્યું હતું કે જરોમ એક બીજો દિવસ અને એક વધુ ફ્રીમેક તમારી ફિલ્મ ‘લાર્જો વિંચ’નું ભારતમાં રીમેક. શું તમે જ અસલી ગુરુજી છો.

ટ્વીટ કરીને જેરોમે શું કહ્યું?
જરોમે ‘સાહો’ને લઈ ટ્વીટ કરી હતી કે લાગે છે કે ‘લાર્જો વિંચ’ની આ સેકન્ડ રીમેક પહેલાં જેટલી જ ખરાબ છે. જરોમે રીમેક રાઈટ્સ વગર વગર જ પોતાની સ્વતંત્રતાથી ફિલ્મની કોપી કરવા માટે ‘ફ્રી મેક’ શબ્દનો ઉપયોગ કર્યો છે. જરોમે પોતાની ટ્વીટમાં આગળ લખ્યું હતું કે પ્લીઝ તેલુગુ ડિરેક્ટર્સ, જો તમે તેનું કામ ચોરી કરો તો તેને સારી રીતે તો બનાવો.

‘લાર્જો વિંચ’ 2008માં રિલીઝ થઈ હતી
‘લાર્જો વિંચ’ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બેલ્જીયન કોમિક બુક ‘લાર્જો વિંચ’ પર આધારિત છે. આ ફિલ્મમાં ટોમર સિસ્લે તથા ક્રિસ્ટિન સ્કોટ થોમસ હતાં.

આ પહેલાં પણ જરોમની ફિલ્મની નકલ કરી હતી
આ પહેલાં જરોમે ત્રિવિક્રમ શ્રીનિવાસ પર ફિલ્મની નકલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વર્ષ 2018માં પવન કલ્યાણની ફિલ્મ ‘અજ્ઞાનવાસી’ રિલીઝ થઈ હતી ત્યારે જેરોમે આ ફિલ્મના મેકર્સ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ ના મળતા તેઓ ગુસ્સે થઈ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...