પોસ્ટર /  ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નો ફર્સ્ટ લુક રિલીઝ, જાનૈયાઓ જોઈને આયુષ્માન ખુરાના ભાગ્યો

First Look Release of 'Shubh Mangal Zyada Saavdhan

Divyabhaskar.com

Nov 15, 2019, 02:29 PM IST

મુંબઈઃ ‘બાલા’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ 'શુભ મંગલ સાવધાન' 2017માં આવી હતી.

શું છે પોસ્ટરમાં?
પોસ્ટરમાં આયુષ્માન ખુરાના આગળ ભાગે છે અને તેની પાછળ જાનૈયાઓ દોડતા જોવા મળે છે. ફિલ્મની પૂરી ટીમે આ પોસ્ટર રિલીઝ કર્યું છે. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે આ ફિલ્મ હવે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. પહેલાં આ ફિલ્મ 13 માર્ચ, 2020મા રિલીઝ થવાની હતી. ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે કહ્યું હતું કે 21 ફેબ્રુઆરીએ પહેલાં અનુરાગ બાસુની મલ્ટી સ્ટારર ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેમની ફિલ્મ 13 માર્ચે રિલીઝ થશે અને 21 ફેબ્રુઆરી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ રિલીઝ થશે.

આયુષ્માન ખુરાના-જીતેન્દ્રની જોડી
આ ફિલ્મ વારાણસીનમાં રહેતા બે સમલૈંગિક યુવકોના પ્રેમ પર આધારિત છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના તથા જીતેન્દ્ર એકબીજાના લવ ઈન્ટરેસ્ટ બન્યા છે. આયુષ્માન પહેલી જ વાર ‘ગે’ના રોલમાં જોવા મળશે. જીતેન્દ્ર આ પહેલાં ઘણાં વેબ શોમાં જોવા મળી ચૂક્યો છે.

નીના ગુપ્તા-ગજરાજ રાવ પણ જોવા મળશે
ડિરેક્ટર હિતેશ કૈવલ્ય આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે જ્યારે આનંદ એલ રાય તથા ભૂષણ કુમાર ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ‘બધાઈ હો’ બાદ ફરી એકવાર આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા તથા ગજરાજ રાવ સાથે જોવા મળશે. ફિલ્મમાં સુનીતા રાજવાર, માનવી ગાગરુ, પંખુડી અવસ્થી, નીરજ સિંહ, મનુ ઋષિ ચઢ્ઢા પણ જોવા મળશે.

X
First Look Release of 'Shubh Mangal Zyada Saavdhan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી